બોલિવૂડ પર કોરોનાનું ગ્રહણ : અક્ષય બાદ ગોવિંદાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ

  • April 05, 2021 01:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ પર કોરોનાવાયરસ નો પ્રકોપ સતત વધી રહ્યો છે આજે અભિનેતા અક્ષય કુમાર પછી ગોવિંદાનો‌ કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે ગોવિંદા પણ હાલ હોમ કોરોન્ટાઈન છે અને તેની મેડીકલ ટ્રીટમેન્ટ ચાલી રહી છે.

 

ગોવિંદાના પ્રવક્તાએ અભિનેતાની તબિયતથી જાણકારી આપી હતી તેણે કહ્યું હતું કે ઘણી સાવધાની રાખવા છતાં ગોવિંદા કોરોના પોઝિટિવ થયા છે તેમની કોરોના ના લક્ષણ છે પરંતુ હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ સાથે જ ગોવિંદા ની પત્ની સુનીતા આહુજાએ સંપર્કમાં આવેલા તમામ લોકોને કોરોના ટેસ્ટ કરાવવા આગ્રહ કર્યો છે. 

 

આ અંગે મળતી જાણકારી અનુસાર રવિવારે સવારે ગોવિંદાએ પોતાનું ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે હાલ તો તેમની સારવાર ઘરે જ શરૂ કરવામાં આવી છે. ગોવિંદા ના ઘરના અન્ય સભ્યો ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

 

 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application