વાંકાનેર ધારાસભ્ય જીતુભાઇ સોમાણી અને સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારિયા વચ્ચેનો ગાજગ્રહ જગજાહેર છે, ત્યારે આજે ભાજપ દ્વારા રાજકોટ બેઠક પર વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારિયાના સ્થાને પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપતા જ વાંકાનેર ધારાસભ્ય કાર્યાલયે ખુશીની લહેર દોડી ગઇ હતી. જેમાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી સહિત તેમના સમર્થકો દ્વારા માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી તથા મીઠાઇ વહેંચી ઉજવણી કરવામાં આવી રહી છે.
ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતની કુલ ૧૫ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, જેમાં રાજકોટ બેઠક પર વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારિયાનું પત્તુ કાપી તેમની જગ્યાએ પૂર્વ કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાને ટિકિટ મળતા વાંકાનેર ધારાસભ્ય કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેમાં ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા માર્કેટ ચોક ખાતે ફટાકડા ફોડી, મીઠાઇ વહેંચી ઉજવણી કરવામાં આવી રહી છે.
ઉજવણી બાદ ધારાસભ્ય જીતુભાઇ સોમાણીએ મોહન કુંડારિયા પર કટાક્ષ કરતા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, રાજકોટ બેઠક પર સામાન્ય કાર્યકર્તાઓને ગાળો કે ધમકી ન આપતાં લોકપ્રિય નેતાને પક્ષે ટિકિટ આપી છે, જેનાથી રાજકોટ બેઠક પર અમો પાંચ લાખ કરતા વધારે મતોની લીડથી પરસોત્તમભાઇ રૂપાલાને જીતાડીશું, અગાઉ કેટલાય લોકો પક્ષ તથા સરકારને બદનામ કરતાં, હિટલરશાહી વાપરતા, કાર્યકર્તાઓને ગાળો-ધમકી આપતાં જેના સ્થાને પરસોત્તમ રૂપાલાને ટિકિટ મળતા તેઓ કાર્યકર્તાઓને ગાળો કે ધમકી નહીં આપી અને તેમને સાચવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં VHP મેદાને, ઉનામાં રેલી યોજી પાઠવ્યું આવેદન
April 20, 2025 02:58 PMપશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી સાથે પોરબંદરમાં પાઠવાયું આવેદન
April 20, 2025 02:55 PMટીટોડીએ સમય કરતા વહેલા ઈંડા મૂક્યા અને બચ્ચા પણ આવી ગયા!
April 20, 2025 02:54 PMરાજકોટ : 32 કેન્દ્ર પર 7 હજાર ઉમેદવારો આપશે GPSCની પરીક્ષા
April 20, 2025 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech