જો લાઈટ લેન્ડિંગની ૩૦ મિનિટમાં સામાન નહીં મળે તો થશે કાર્યવાહી

  • February 19, 2024 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હવાઈ મુસાફરોએ હવે તેમને તેમનો સામાન મેળવવા માટે વધુ રાહ જોવી પડશે નહીં. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિકયુરિટી (બીસીએએસ) એ સાત એરલાઈન્સને ફરજીયાત ૩૦ મિનિટની અંદર મુસાફરોની બેગની ડિલિવરી કરી દેવા આદેશ આપ્યો છે. બીસીએએસ એ એરલાઈન્સને ૨૬ ફેબ્રુઆરી સુધી ૧૦ દિવસમાં જરી પગલાં લઇ નિયમો અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે. આ પછી એરલાઇન્સ કંપનીઓએ તેમની સેવાઓમાં સુધારો કર્યેા છે. હવે આ સૂચના બાદ હવાઈ મુસાફરોને મોટી સુવિધા મળશે અને તેમને એરપોર્ટ પર પોતાનો સામાન મેળવવા માટે વધુ રાહ જોવી પડશે નહીં.

અધિકારીઓના જણાવ્યા અનુસાર, બીસીએએસએ એર ઈન્ડિયા, ઈન્ડિગો, અકાસા, સ્પાઈસજેટ, વિસ્તારા, એર ઈન્ડિયા એકસપ્રેસ કનેકટ અને એર ઈન્ડિયા એકસપ્રેસ સહિત સાત એરલાઈન્સને પત્ર લખ્યો હતો. છેલ્લી વસ્તુ ૩૦ મિનિટની અંદર પહોંચાડવામાં આવે તેની ખાતરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. બીસીએએસ એ જાન્યુઆરીમાં છ મુખ્ય એરપોર્ટના પટ્ટા પર સામાનના આગમનના સમય પર દેખરેખ રાખવાની સતત કવાયત શરૂ કરી હતી.

અધિકારીએ જણાવ્યું હતું કે તમામ એરલાઇન્સના પ્રદર્શન પર સાાહિક ધોરણે નજર રાખવામાં આવી રહી છે અને તેમાં સુધારો થયો છે, પરંતુ તે આદેશને અનુપ નથી. પ્રથમ બેગ ૧૦ મિનિટની અંદર બેગેજ બેલ્ટ સુધી પહોંચવી જોઈએ છેલ્લી બેગ ૩૦ મિનિટની અંદર પહોંચવી જોઈએ. અધિકારીએ કહ્યું કે આ મોનિટરિંગ હાલમાં છ મોટા એરપોર્ટ પર કરવામાં આવી રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application