મહાપ્રભુજીના બેઠક વિસ્તારમાં 45 ગેરકાયદેસર દુકાનના માલિકોએ દુકાનો ખાલી કરવા કરેલી કાર્યવાહી

  • February 10, 2025 01:05 PM 

પીજીવીસીએલ દ્વારા ધંધાર્થીઓના વીજ કનેકશનો કટ કરવા ઝુંબેશ શ તા.8 સુધીમાં સ્વેચ્છાએ મકાનો ખાલી કરી દેવા કોર્પોરેશનની નોટીસની અસર


જામનગર શહેરમાં થોડા સમય પહેલા કોર્પોરેશન દ્વારા મહાપ્રભુજીની બેઠક પાસે 45 જેટલી બની ગયેલી ગેરકાયદેસર દુકાનો ખાલી કરવા નોટીસ આપી હતી અને તા.8ના રોજ આ નોટીસની મુદત પુરી થઇ ગઇ હતી. નોટીસની ભારે અસર થઇ છે. ખુદ દુકાનોના માલિકોએ દુકાન ખાલી કરી અને સ્વેચ્છાએ પાડતોડ શ કરી છે બીજી બાજુ પીજીવીસીએલ દ્વારા આ તમામ ગેરકાયદેસર દુકાનોના વીજ કનેકશનો કટ કરવાની કાર્યવાહી શ કરી દીધી છે.


જામનગરમાં મહાપ્રભુજી બેઠક માર્ગે જમીન નો એક  પ્લોટ જે બાગબગીચા માટે રીઝર્વ રખાયો હતો. તેમાં વર્ષો થી ગેરકાયદે દુકાનોનું બાંધકામ કરી નાખવામાં આવ્યું છે.


મહાનગરપાલિકા દ્વારા આવી તમામ દુકાનદારોને તા. 8-ર-ર0રપ સુધીમાં સ્વેચ્છાએ બાંધકામ દૂર કરવા માટે નોટીસો આપવામાં આવી હતી.


અન્યથા નોટીસ ની સમય મયર્દિા પૂર્ણ થયા પછી મહાનગરપાલિકા દ્વારા આવી દુકાનો તોડી પાડવા ની કાર્યવાહી કરવામાં આવશે, એવી આખરી મહેતલ અપાઈ હતી, પરંતુ તે પહેલા જ મોટાભાગના ધંધાર્થીઓ દ્વારા પોતાની જગ્યા માંથી ઉપયોગમાં લઈ શકાય તેવો શટર તથા અન્ય માલ સામાન કાઢી લઈ, સ્વયંભૂ જગ્યા ખાલી કરી નાખી મહાનગર પાલિકાની જગ્યા ને ખુલી કરવા માટેની કાર્યવાહી હાથ ધરી લીધી છે.


માત્ર પાંચથી છ દુકાનદારોના શટર વગેરે કાઢવાનું બાકી રહ્યું છે, જે સિવાય બાકીના તમામ ધંધાર્થીઓએ પોતાનો ઉપયોગમાં લઈ શકાય તેવો તમામ જરૂરી માલ સામાન કાઢી લીધો છે, અને માત્ર ખાલી દુકાનો નો કાટમાળ ઉભો રહ્યો છે. જેના પર ટૂંક સમયમાં મહાનગરપાલિકાની ટિમ દ્વારા બુલડોઝર ફેરવી દેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, અને જમીન ખુલી કરાવાશે.
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી નીતિન દીક્ષિત તેમજ દબાણ હટાવ અધિકારી સુનિલ ભાનુશાલી, યુવરાજસિંહ ઝાલા, મુકેશ વરણવા સહિતની ટીમ ઉપરોક્ત વિસ્તારનું સર્વે કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application