BREAKING NEWS

જેતપુરમાં બાળકો પાસે વેઠ કરાવતા બે સાડી ફોલ્ડિંગ યુનિટ સામે કાર્યવાહી

  • June 26, 2026 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જેતપુરમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્રારા સાડી ઉધોગને લગતા કારખાનાઓ બાળ મજૂરો રાખી બાળકોને જીંદગી જોખમાય તે રીતે તેની પાસે ઓછું વેતન આપી તેનું શોષણ કરતા હોવાની બાતમીને આધારે બે કારખાનાઓમાં છાપો મારી ચોવીસ જેટલા બાળ મજૂરોને મુકત કરાવ્યા હતાં.
સાડી ઉધોગ સાથે સંકળાયેલ સાડી ફોલ્ડીંગના કેટલાક યુનિટોમાં બિહાર, યુપીથી સ્થાનિક મુકાદમ બાળ મજૂરોને અહીં લાવી તેઓની પાસે સાડી ફોલ્ડીંગનું તેમજ સાડી પ્રેસનું તેમજ આવી જગ્યાએ સલામતીના કોઈ સાધનો વગર કામ કરાવતા હોય આકસ્મિક બનાવ બને તો બાળકોની જીંદગી જોખમાય ઉપરાંત સવારના સાત વાગ્યાથી રાત્રીના બાર વાગ્યા સુધી સતત કામ કરાવી વચ્ચે બપોર સાંજ એક એક કલાક જમવા માટે આપી તેની પાસે કાળી મજૂરી કરાવી તેઓને મામુલી વેતન આપી બાળમજૂરોનું શોષણ કરતા હોવાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને બાતમી મળેલ જે બાતમીને આધારે ચાંપરાજપુર રોડ પર ભોજાધાર ખાતે આવેલ જય ગણેશ ફોલ્ડીંગ યુનિટના ૧ માં છાપો મારી તેમાંથી ૮ બાળ મજૂરોને તેમજ યુનિટ ૨ માંથી ૧૬ બાળ મજૂરો કુલ ૨૪ બાળ મજૂરોને મુકત કરાવ્યા હતાં.૨૪ બાળ મજૂરોને મુકત કરાવી યુનિટ ૧ના માલીક સાવન જયસવાલ અને અનિલ સિયારામભાઈ ચમાર તેમજ યુનિટ ૨ના માલીક રાકેશ જયસવાલ અને મુકાદમ આલોકકુમાર રામસુરત સામે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં જુવેનાઇલ એકટ હેઠળ ગુન્હો નોંધાવી બાળકોને ચાઈલ્ડ વેલફેર હોમ રાજકોટ ખાતે મોકલી આપ્યા હતાં



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application