સુધરશો નહીં તો કાર્યવાહી: ફેસબુક, ઇન્સ્ટા, એક્સને ડીપફેક મામલે સરકારની ચેતવણી

  • December 27, 2023 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો કથિત વીડિયો વાયરલ થયા બાદ ડીપફેકનો વિવાદ વકર્યો છે. આ ઘટના બાદ એક પછી એક ત્રણથી ચાર અભિનેત્રીઓના ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આ પ્રકારના ડીપફેક વીડિયોથી હકીકત અને જુઠ્ઠાણા વચ્ચેનું અંતર જાણે ખતમ થઈ ગયું છે, જેનાથી સરકાર ચિંતિત છે. સરકારે આ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને તેમને કાયદાકીય પગલાં લેવાની પણ ચેતવણી આપી છે. સરકારે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને એક્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે અને કહ્યું છે કે વર્તમાન આઈટી નિયમો હેઠળ તેમણે ડીપફેક વીડિયોઝ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. આ પ્રકારના વીડિયો સામે સમયસર તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તેને તેને તેમના પ્લેટફોર્મ્સ પરથી હટાવવામાં નહીં આવે તો તેમના વિરુદ્ધ આકરી કાયદાકીય કાર્યવાહી કરાશે.સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને જણાવ્યું છે કે વર્તમાન આઈટી નિયમના કયા ભાગમાં આ પ્રકારના ક્ધટેન્ટ પર લગામ લગાવવા માટે નિર્દેશ અપાયેલા છે.

આઈટી રુલ્સના નિયમ 3(1)(બી)માં કોઈના અધિકારોનો ભંગ કરતા હોય તેવા કોઈપણ ક્ધટેન્ટને રોકવા માટે નિર્દેશ અપાયા છે. આ પ્રકારના ક્ધટેન્ટમાં પ્રાઈવેટ, અભદ્ર અથવા પોર્ન ક્ધટેન્ટને રોકવાનું પણ જણાવાયું છે. આ સિવાય તેમણે એવા ક્ધટેન્ટ પણ રોકવા જોઈએ જે યુઝર્સને ગેરમાર્ગે દોરતા હોય અને કોઈ વ્યક્તિની ઓળખનો ઉપયોગ કરતા ખોટી હકીકતોની જેમ રજૂ કરતા હોય. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર બોલિવૂડ અભિનેત્રી રશ્મિકા મંદાનાનો એક ડીપફેક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં દેખાતી યુવતી ખરેખર રશ્મિકા મંદાના હોવાનું જણાતું હતું, પરંતુ તે બ્રિટિશ મૂળની ઈન્ફ્લુએન્સર ઝારા પટેલ હતી. આ વીડિયો પર ટીપ્પણી કરતાં બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ ચિંતા વ્યક્ત કરી હતી અને સરકારને આ પ્રકારના વીડિયોને રોકવા માટે કાયદાકીય પગલાં લેવા વિનંતી કરી હતી. ડીપફેક વીડિયો મુદ્દે ચચર્િ એટલા માટે પણ વધી ગઈ હતી કે આ પ્રકારના વીડિયો મારફત બ્લેકમેઈલિંગ અને ફ્રોડના કિસ્સા પણ સામે આવવા લાગ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application