શહેરના નવાપરા તથા કાળાનાળા વિસ્તારમાં આવેલ નજરાણા મેડીકલ સ્ટોર તથા પાશ્વનાથ મેડીકલ એજન્સીમાં તબીબના પ્રિ સ્ક્રિપ્શન વગર ગેરકાયદેસર કફ શીરપ બોટલ તથા ગર્ભપાતની દવાઓનું વેચાણ કરતા એસ.ઓ.જી. અને ડ્રગ્સ ઇન્સ્પેકટર મેડીકલ એજન્સી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
ગુજરાત સરકાર દ્વારા અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામ "નશા મુક્ત ગુજરાત "બઈ આવેલ જે અંતર્ગત ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગુજરાત રાજ્યમાં એ.ટી.એસ.ના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસો કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો સામે કાયદેસર કાર્યવાહી કરવા ગુજરાત રાજયના તમામ જીલ્લાને આદેશ આપેલ અને જિલ્લા કક્ષાએ મે.કલેકટર સાહેબની અધ્યક્ષકતામાં ગ-ઈઘછઉ મીટીંગ અવાર- નવાર રાખવામાં આવતી હોય જેમા કલેકટરની સુચના હેઠળ એજન્સીઓ (એસ.ઓ.જી., ખોરાક અને ઔષધ નિરીક્ષક કચેરી- નશાબંધી અધિક્ષકની કચેરી વગેરે) સાથે સંકલનમાં રહી શીરપ અંગે કોઇ વેચાણ થાય તો તેઓની વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા આપયેલી સુચના મુજબ ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલ દ્વારા ભાવનગર એસ.ઓ.જી.ને જીલ્લામાંથી નાર્કોટીક્સ પદાર્થને સેવન કરતા અને વેચાણ કરતા શખ્સો ની માહિતી મેળવી તેની સામે કાયદેસર કાર્યવાહી માટે ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર ડી.યુ.સુનેસરાના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસ.ઓ.જી.સ્ટાફ તથા ડ્રગ્સ ઇન્સ્પેકટર જી.એન.ઠુંમર સાથે જુદી-જુદી મેડીકલ સ્ટોરમાં તપાસ કરતા જેમાં નજરાના મેડીકલ એન્ડ જનરલ સ્ટોરના મેતર વકારભાઈ મહેબુબભાઇ (રહે. ૧૪ નાળા ૫૦ વારીયા ભાવનગર) એ પોતાના મેડીકલ સ્ટોર માંથી તબીબ ના પ્રિ સ્ક્રિપ્શન વગર ખજ્ઞતભજ્ઞશિહ-ઉડ્ઢ ૧૦૦ એમ.એલ.ની ત્રણ બોટલ વેચાણ કરેલ તેમજ પાર્શ્વ ટ્રેડર્સ, (બી-૭, આકાશ દિપ કોમ્પ્લેક્ષ, તાલુકા પંચાત સામે, બાહુબલ કોમ્પ્લેક્ષ ની બાજુમાં કાળાનાળા, ભાવનગર) સાગરભાઇ પંકજભાઇ શાહ (ઉ.વ.૨૮ રહે. નેમીનાથ એપાર્ટમેન્ટ સુભાષનગર ભાવનગર)એ પોતાના મેડીકલ એજન્સીમાંથી તબીબના પ્રિ સ્ક્રિપ્શન વગર ગર્ભપાત માટે વપરાતી દવા ઙયિલયિળજ્ઞદય-ભજ્ઞળબ-સશિં નું વેચાણ કરતા હોય તેની સામે ઔષધ નિરીક્ષક સાહેબે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટીપીઓના ટેબલ ઉપર પેન્ડિંગ ફાઇલોના ઢગલાઓ વચ્ચે ચાર્જ સંભાળતા સુમરા
February 24, 2025 03:05 PMચોરી કરેલ બાઈક અને સ્કૂટર સાથે અગાઉ મારામારીમાં સંડોવાયેલા બે ઝડપાયા
February 24, 2025 03:04 PMજબલપુરમાં બે અલગ અલગ અકસ્માતમાં ૮ ના મોત: મહાકુંભથી પરત ફરી રહ્યા હતા
February 24, 2025 03:03 PMસમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ: વડાપ્રધાન મોદી
February 24, 2025 03:01 PMસુરતમાં કારચાલક બેફામ, બે બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી જતા ૩ના મોત
February 24, 2025 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech