જામનગર પંથકમાં વિદેશી દારુની હેરાફેરી કરતા ૬ શખ્સની ધરપકડ

  • January 01, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૬ બોટલો અને બે બાઇક કબ્જે : બુટાવદર, સિકકા, નહેરુનગર, ગોકુલનગર અને હરીપરમાં દરોડા : એક ફરાર

થર્ટી ફર્સ્ટ અનુસંધાને પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકીંગ કરવામાં આવ્યુ હતું દરમ્યાન જામજોધપુરના બુટાવદર, સિકકા, નહેરુનગર, ગોકુલનગર અને લાલપુરના હરીપર ગામમાં વિદેશી દારુ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા. છ શખ્સોને અંગ્રેજી દારુની ૨૬ બોટલો અને બે બાઇક સાથે પકડી લીધા હતા જેમાં એક શખ્સ ફરાર થઇ ગયો હતો.
જામજોધપુરના બુટાવદર ગામમાં રહેતા દિનેશ દુર્લભજી ડાંગર અને ધર્મેશ મુકેશ પિત્રોડા આ બંનેને મોટરસાયકલ નં. જીજે૧૦ડીએસ-૧૪૧૮માં ઇંગ્લીશ દારુની બોટલ લઇને ગામના બસ સ્ટેન્ડ આગળથી નીકળતા પોલીસે પકડી લીધા હતા, જયારે સિકકા ભગવતી સોસાયટીમાં રહેતા કરણસિંહ પ્રભાતસિંહ જાડેજાને અંગ્રેજી દારુની ૩ બોટલ સાથે જીઇબી કોલોની પાસેથી દબોચી લીધો હતો.
અન્ય દરોડામાં જામનગરના શંકરટેકરી નહેરુનગર શેરી નં. ૬/એમાં રહેતા ભાવીન મહેશ રાઠોડને વિદેશી દારુની ૩ નાની બોટલ સાથે મકાનેથી પકડી લીધો હતો, જયારે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં આવેલા કૈલાશનગર ૫ ખાતે રહેતો નાથાલાલ કાના મારુ નામના શખ્સને એકટીવા નં. જીજે૧૦સીબી-૯૫૨૧માં ગઇકાલે ઇંગ્લીશ દારુની ૭ બોટલ લઇને જકાતનાકા રોડ પરથી નીકળતા પકડી લેવામાં આવ્યો હતો.
આ ઉપરાંત લાલપુરના હરીપર ગામમાં રહેતા બાવજી જુસબ ગડણ નામના શખ્સે ઓરડીમાં ઇંગ્લીશ દારુની બોટલો રાખી છે એવી બાતમીના આધારે લાલપુર પોલીસે દરોડો પાડીને ઇંગ્લીશ દારુની ૧૨ બોટલ સાથે દબોચી લીધો હતો જેમાં લાલપુરના મોટી વેરાવળ વાડી વિસ્તારમાં રહેતા કરશન ઉર્ફે કમલેશ ખીમા ગાગલીયાનું નામ ખુલ્યુ હતું.
***
દ્વારકા, ખંભાળિયામાંથી વિદેશી દારૂ સંદર્ભે ત્રણ સામે કાર્યવાહી: ઝાકસીયાના શખ્સની શોધખોળ

દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા કાનાભા રવાભા કેર નામના શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં છુપાવીને રાખવામાં આવેલી રૂપિયા ૪,૮૦૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૨ બોટલ પોલીસે કબજે કરી હતી. આ દરોડા દરમિયાન આરોપી કાનાભા કેર પોલીસને હાથ લાગ્યો ન હતો.
ખંભાળિયા તાલુકાના સલાયા નજીકના દખણાદા બારા ગામે રહેતા રઘુવીરસિંહ દિલુભા જેઠવા નામના ૨૫ વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. આ દરોડા દરમ્યાન સપ્લાયર તરીકે ઝાકસિયા ગામના ગોપાલ દુલા માયાણીનું નામ ખુલતા સલાયા મરીન પોલીસે ગુનો નોંધી, ગોપાલ માયાણીની શોધખોળ હાથ ધરી છે.
***
દ્વારકામાં વિદેશી દારૂ સાથે બે શખ્સો ઝબ્બે

દ્વારકા તાલુકાના મૂળવાસર ગામે રહેતા લુણાભા અનુભા સુમણીયાને પોલીસે વિદેશી દારૂની ચાર બોટલ સાથે તેમજ મેવાસા ગામના વાડી વિસ્તારમાં રહેતા વિશાલભા સમૈયાભા માણેકને પણ વિદેશી દારૂની ચાર બાટલીઓ સાથે પોલીસે ઝડપી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application