દ્વારકામાં મનાઈ છતાં ધુળેટી રમતા શખ્સો સામે બે સ્થળોએ કાર્યવાહી

  • March 30, 2021 08:12 PM 

કોરોના વાયરસના સંક્રમણ બેટ ધ્યાને લઈ, સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા પણ જાહેરમાં ધુળેટી પર્વે રંગો વડે ન રમવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ આ જાહેરમાનું ઉલ્લંઘન કરી, દ્વારકામાં જુદા-જુદા બે સ્થળોએ જાહેરમાં કલર વડે રમતા છ શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.

દ્વારકાના બસ સ્ટેન્ડ પાસેથી ગઈકાલે સોમવારે ધુળેટીના દિને સવારે ભરતભા ગગુભા માણેક, બહાદુરભા ઘેલુભા માણેક અને રાજેશભા રામસીંગભા માણેક નામના ત્રણ શખ્શો ઉપરાંત દ્વારકામાં ઈસ્કોન ગેઈટ પાસેથી શિવાભા ડેરાજભા માણેક, રાજેશભા રઘુભા માણેક, અને પરેશભા ઘેલુભા માણેક નામના ત્રણ શખ્સો સામે પણ સ્થાનિક પોલીસે જાહેરમાં ધુળેટીના રંગે રમવા બદલ જાહેરનામા ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS