મંજૂરી વગર દરિયામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરતા સલાયાના પાંચ શખ્સો સામે કાર્યવાહી

  • June 26, 2023 11:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુના કારણે દરિયામાં માછીમારી કરવા સામે પ્રતિબંધ અંગેનું જાહેરનામું અમલમાં છે. તેમ છતાં પણ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે સફીક ઢોરા ખાતે આવેલા દરિયામાં મંજૂરી વગર હોળી લઈને માછીમારી કરવા સબબ સલાયાના બચુ અબ્દુલ સંગાર (ઉ.વ. ૪૦), અલી દાઉદ રાજા (ઉ.વ. ૫૦) અને આદમ કાસમ લોરૂ (ઉ.વ. ૫૨) નામના ત્રણ શખ્સોને શનિવારે રાત્રે સ્થાનિક પી.એસ.આઈ. વી.એન. સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા.
આ શખ્સો સામે જાહેરનામા ભંગની કલમ તથા ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા અન્વયે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ ચોમાસાની ઋતુના કારણે દરિયામાં માછીમારી કરવા સામે પ્રતિબંધ અંગેનું જાહેરનામું અમલમાં છે. તેમ છતાં પણ ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા દરિયામાં મંજૂરી વગર હોળી લઈને માછીમારી કરવા સબબ સલાયાના રહીશ લતીફ કરીમ સંઘાર (ઉ.વ. ૩૦) અને કાસમ તાલબ સંઘાર (ઉ.વ. ૩૫) નામના બે શખ્સોને શનિવારે રાત્રે સ્થાનિક પી.એસ.આઈ. વી.એન. સીંગરખીયા તથા સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન ઝડપી લેવામાં આવ્યા હતા. આ બંને શખ્સો સામે જાહેરનામા ભંગની કલમ તથા ગુજરાત મત્સ્યોદ્યોગ કાયદા અન્વયે ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application