દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના સંદર્ભેના જાહેરનામાનો ભંગ કરવા બદલ બે દિવસમાં 35 સામે કાર્યવાહી

  • May 24, 2021 11:19 AM 

કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર દ્વારા ચોક્કસ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેનો ભંગ કરવા સંદર્ભે શનિવાર તથા રવિવાર દરમિયાન કુલ 35 સામે પોલીસ કાર્યવાહી થઈ છે.

કોરોના અંગેના જાહેરનામાનો ભંગ કરવા બદલ ખંભાળિયામાં અજીતસિંહ ચંદુભા સોઢા, મહંમદ હુશેન ઈશા સંઘાર, હારુન મુસા જુણેજા, વશરામ દુદા વેસરા, રાજશી રામદે કરમુર, દેપાર નારણ ફફલ અને સીદા દેવાણંદ કારીયા સામે જ્યારે કલ્યાણપુરમાં તુષાર ગોવિંદભાઈ કોટેચા, જયંતિ મોહનભાઈ નકુમ, કિશન હમીરભાઇ વેગડા, લોખુ કરસનભાઈ મકવાણા, દિનેશ કરશનભાઈ જગતિયા, મનસુખ હરસુખભાઇ સોલંકી, રાયદે માલદેભાઇ વાઘેલા, વજશી મારખીભાઈ ચાવડા અને ધવલ ધવલ દવુભાઇ બેડીયાવદરા સામે, ભાણવડમાં ઇમરાન હબીબભાઈ પરમાર રિશીપાલ ગોવિંદ કુશવાહા, હાજી જુમા હિંગોરા, ધરમશી ગોવિંદભાઈ વિસાવાડીયા અને લીલાભાઈ ગોવિંદભાઈ વિસાવાડીયા સામે, દ્વારકામાં ઉપેન્દ્ર રમેશભાઇ પરમાર, શિવમ પ્રવીણભાઈ ઢાંકેચા, બાલુભા ઓઘડભા નાયાણી, ભોજાભા કારાભા માણેક, અજુભા વરજાંગભા ગીગલા, વેરશીભા વિખાભા માણેક, રફીક મોહમ્મદઅલી મોગલ, જગદીશ મંગારામ અભીચંદાણી, રમેશ દેવશીભાઈ પાણખાણીયા અને દેવાંગ નીતિનભાઈ કુબાવત સામે, જ્યારે મીઠાપુરમાં અલ્તાફ બચુભાઈ બેતારા, હરસુર ગોદડ ચાનપા અને મયુરસિંહ સુખદેવસિંહ જાડેજા સામે અને ઓખામાં તૈયબ સતાર જાડેજા સામે કલમ 188 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS