શાળા કોલેજ નજીક તમાકુ પ્રતિબંધિત સિગારેટ વેચતા ૧૨૬ સામે કાર્યવાહી

  • August 13, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


નશાયુકત ભારત અભિયાન હેઠળ રાજકોટ પોલીસ કમિશનરની સૂચના હેઠળ એસઓજીની ટીમે શાળા–કોલેજ નજીક તંબાકુ, ગુટકા, સિગારેટ તેમજ પ્રતિબંધિત સિગારેટ વેચનાર ૧૨૬ દુકાનદારો સામે જાહેરનામા અંગેની કોપ્ટા એકટ હેઠળ કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત પોલીસ દ્રારા શાળા અને કોલેજોમાં નશામુકિત અંગેના જાગૃતિલક્ષી કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયાની સૂચના હેઠળ ડીસીપી ક્રાઈમ ડો.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ નશામુકત રાજકોટ શહેર અને શે નો ટુ ડ્રગ્સની થીમ હેઠળ શહેરમાં નશામુકિત સંબંધે અસરકારક કામગીરી કરવાના ભાગપે એસ.ઓ.જી.પી.આઇ.ડી.સી.સાકરીયાની રાહબરીમાં એસોજીની ટીમે શાળા અને કોલેજો પાસે પાનના ગલ્લા અને દુકાનોમાં ચેકિંગ કરી અહીં ગુટકા, તંબાકુ અને સિગારેટ વેચનાર તેમજ પ્રતિબંધિત વિદેશી સીગારેટ વેચનાર ૧૨૬ ધંધાર્થીઓ સામે જાહેરનામા અંગેના ગુના નોંધ્યા હતા.
આ ઉપરાંત પોલીસે નશામુકિતને લઇ અસરકારક કામગીરી કરવાના ભાગપે શાળા અને કોલેજોમાં નશા મુકિત સંબંધે જાગૃતિ કાર્યક્રમ પણ યોયા હતા અને વિધાર્થીઓને નશો કરવાથી શું નુકસાન પહોંચી શકે તે બાબતે અંગે જાગૃત કર્યા હતા.સાથોસાથ નશા મુકિત સંબંધી શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application