મોરબીમાં ૧૨ ભેળસેળિયા ઉત્પાદકો સામે કાર્યવાહી: ૩ લાખનો દંડ

  • August 08, 2023 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા છેલ્લા છ મહિનામાં વિવિધ ખાણીપીણીના ધંધાર્થીઓ પાસેથી તેમની પ્રોડક્ટનાનમૂનાઓ ચકાસણી અર્થે લેવામાં આવ્યા હતા. જે પૈકી ૧૧ જેટલા નમુનામાં ભેળસેળ ખુલતા તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે અનેઅગાઉ નાપસ થયેલ નમુનાના કેસોમાં અંદાજે કુલ રૂા.૩ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
​​​​​​​
ખોરાક અને ઔષધ નીયમન તંત્ર-મોરબી દ્વારા છેલ્લા ૬ મહીનામાં દુધની બનાવટના ૪ નમુના, નમકીનના ૨૧ નમુના, તેલના ૧૧ નમૂના, અનાજ કઠોડના ૬ નમુના, બેકરી પ્રોડક્ટના ૫ નમુના, મસાલાના ૨૦ નમુના, તૈયાર ખોરાકના ૧૩નમુના, પીપરમેન્ટના ૭ નમુના, મિઠાઈના ૭ નમુના, આઈસ ક્રીમના ૫ નમુના, પનીરના ૪ નમુના, પેકેજ ડ્રીંકીંગ વોટરના ૪ નમુના, ઘીના ૭નમુના, કેરીના રસના ૩ નમુના એમ દરેક કેટેગરીને અનુરૂપ નમુનાની કામગીરી કરેલ છે, તે પૈકી પનીર, મસાલા, ચટણી, ઘી અને કેરીનોરસના નમુનામાં ભેળસેળ જોવા મળેલ હતી જેના પર કાયદાકીય કાર્યવાહી કરવામા આવશે તેમજ અગાઉ નાપસ થયેલ નમુનામા જેવા કે, નમકીન, સોલ્ટ, પનીર, ગોળ, હીંગ, પેકેજ ડ્રીંકીંગ વોટરના કેસોમાં અંદાજે કુલ રૂા.૩,૦૦,૦૦૦નો દંડ કરવામાં આવેલ છે.
જેમાં ગાંડુભાઈ મીઠાઈ વાલા-મોરબી, ટાઇગર બ્રાન્ડ આયોડાઇઝ્ડ સોલ્ટ  હળવદ, નમસ્કાર બ્રાન્ડ ગોલ્ડ આયોડાઇઝ્ડ સોલ્ટ  હળવદ, તાજા આયોડાઇઝ્ડ સોલ્ટ  હળવદ,રાજકોટની કાશ્મીર ટૂટીફૂટી, સાગર ડેરી  વાંકાનેર, પાઈનેપલ લસ્સી પાઉડર, કેશવમસાલા  મોરબી, કુળદેવી એન્ટરપ્રાઇઝ  મોરબી લક્ષ્મી મિશ્રિત હિંગ પીળો પાઉડર (હિંગ પાઉડર)  બરોડા, એક્વા-ડી પેકેજ્ડપીવાનું પાણી, સતનામ પીણાં  વાંકાનેર અને ડબલ્યુ-લાઇટ પેકેજ્ડ પીવાનું પાણી, ફૌજી પીણાં  વાંકાનેરને રૂ.૩ લાખનો દંડફટકારવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application