દરેડના ગોકુલધામમાં એસીડ પી યુવતીનો આપઘાત

  • May 06, 2021 11:00 PM 

વાલ્કેશ્વરી નગરીમાં ઝેરી પદાર્થ ખાઈ વૃદ્ધે જીવતર ટુંકાવ્યુ

જામનગરના દરેડ ગોકુલધામ સોસાયટીમાં રહેતી એક યુવતીએ એસિડ પીને આપઘાત કરી લેતા શોકની લાગણી ફેલાઈ જવા પામી છે જ્યારે વાલ્કેશ્વરી નગરીમાં એક ગરાસિયા વૃદ્ધે ઝેરી પદાર્થ ખાઈ લેતાં મૃત્યુ નિપજ્યું હતું.આ બંને બનાવ અંગે પોલીસે પ્રાથમિક વિગતો જાણીને તપાસ આગળ વધારી છે.

જામનગરના દરેડ ટાઉનશીપ પાછળ ગોકુલધામ સોસાયટીમાં રહેતી મીતાબેન અરજણભાઈ ધવળ ઉમર વર્ષ 19 નામની યુવતીને પેશાબમાં આઠેક માસથી તકલીફ હોય જેનાથી કંટાળી જઈને ગઈકાલે પોતાના ઘરે એસિડ પી લેતાં સારવારમાં લઈ જતા જ્યાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નીપજયું હતું. આ બનાવ અંગે દરેડ ઘઉંના ગોડાઉનની પાછળ રહેતા દિપક જેઠા ભાઈ પરમાર દ્વારા પોલીસમાં જાણ કરવામાં આવતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બીજા બનાવમાં જામનગરના વાલ્કેશ્વરી નગરી વિનાયક એપાર્ટમેન્ટ બેમાં રહેતા ગજુભા બધુભા જાડેજા ઉમર વર્ષ 65 નામના વૃદ્ધે પોતાની જાતે ગઈકાલે ઝેરી પ્રદાર્થ પી લેતા સારવારમાં લાવતા ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યું હતું.આ બનાવની જાણ રામેશ્વર નગર ગાયત્રીનગરમાં રહેતા ચંદ્રસિંહ ઝાલા દ્વારા સિટી પોલીસને કરવામાં આવતા પોલીસ દ્વારા પ્રાથમિક વિગતો જાણીને તપાસને લંબાવવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)