કલ્યાણ પોલીટેકનીકની સિઘ્ધી: પાંચ છાત્ર અવ્વલ નંબરે

  • July 05, 2021 11:07 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિક્ષકો-વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી

જામનગરના ભાગોળે જાંબુડા ચોકડી પાસે આવેલ કલ્યાણ પોલીટેકનીક કોલેજનું નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં કોઇ વિદ્યાર્થી કે વાલીથી અજાણ્યુ નથી, કલ્યાણ પોલીટેકનીક કોલેજના વિદ્યાર્થીઓ હંમેશા અવ્વલ નંબરે જ આવે છે.

આ વર્ષે પણ જામનગર સ્થિત અને દર્શિલ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સંસ્થા કલ્યાણ પોલીટેકનીકમાં સેમેસ્ટર 1 ના રીઝલ્ટમાં જીટીયુમાં 10/10 એસપીઆઇ મેળવી સંસ્થાનું નામ રોશન કરવા બદલ સંસ્થા દ્વારા શુભેચ્છા પાઠવાઇ.

વિદ્યાર્થી જુનેજા તોષીફ , મીતકુમાર પટેલ, મોહિતકુમાર ભાદરા, ખુશી રૂપારેલીયા, ઋત્વીક વાઘડીયા એ પોતાની મહેનત અને પરિશ્રમ ને લીધે 10 માંથી 10 એસ.પી.આઈ મેળવીને પોતાના માતા પિતા, કોલેજ તથા શિક્ષકો નું નામ રોશન કર્યું છે.

આ સંસ્થા નો દ્રઢ નિશ્ર્ચય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થી ઉપર આપવામાં આવતું સંપૂર્ણ ધ્યાન જ વિદ્યાર્થીઓની આ પ્રકાર ની સફળતા પાછળ નું એક માત્ર રહસ્ય છે તેનાથી વધારે વિદ્યાર્થીઓ નો સંપૂર્ણ વિકાસ થાય તે માટે આ સંસ્થા દ્વારા અવારનવાર આર્ટ ઓફ લીવીંગ, રીસર્ચ ને લગતા સેમીનાર, ઇન્ડસ્ટ્રીયલ ટુર, સ્પોટ્ર્સ ઇવેન્ટ વગેરે નું આયોજન કરવામાં આવે છે. આ સંસ્થામાં એક વિદ્યાર્થી ને જરૂરી બધી જ પ્રાથમિક સગવડ આપવામાં આવે છે જેવી કે હોસ્ટેલ, કેન્ટીન તથા જામનગર થી કોલેજ આવવા માટે બસ ની સુવિધા પણ આપવામાં આવે છે.

આવતા ભવિષ્ય મા પણ આ કોલેજ ના વિદ્યાર્થી ને આ જ રીતે અનુભવી શિક્ષકો દ્વારા પુરતું માર્ગદર્શન મળે અને પોતાની કારકિર્દી ઉજ્વળ બને એ માટે આ સંસ્થાના ટ્રસ્ટી ગણ તથા શિક્ષક ગણ હંમેશા પ્રયત્નશીલ રહેશે.

કલ્યાણ પોલીટેકનીકના ટીચીંગ, મેનેજમેન્ટ, કલીયરીકલ સ્ટાફની વિદ્યાર્થીઓના અભ્યાસ પ્રત્યે સતત કાળજી રાખવી અને માર્ગદર્શન આપવું તેમજ વિદ્યાર્થીઓને આવવા જવા માટે બસ સુવિધા, સ્કોલરશીપ સુવિધા, દુરના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ-મેસની સુવિધા, અભ્યાસ દરમ્યાન વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીયલ વિઝીટ કરાવવામાં આવે છે, ભણતર સાથે ગણતર તેમજ વિવિધ પ્રવૃત્તિઓ પણ કે જે વિદ્યાર્થીઓના જીવનના વિકાસમાં ઉપયોગી નિવડે તેવી તમામ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. કલ્યાણ પોલીટેકનીક કોલેજમાં મેનેજમેન્ટ દ્વારા ફ્રી કાઉન્સીલીંગ અને સાયબર સ્પેસ સુવિધા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે, આ સાથે વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની સુવિધા તેમજ ઓનલાઇન માહિતી પણ પુરી પાડવામાં આવે છે.

જામનગર સ્થિત દર્શીલ એજ્યુકેશન દ્વારા સંચાલિત કલ્યાણ પોલીટેકનીક કોલેજમાં દર વર્ષ વિવિધ કંપનીના પ્લેસમેન્ટ યોજવામાં આવે છે, રમતગમત અવનવી એકટીવીટી દ્વારા વિદ્યાર્થીને બુક સિવાયના નોલેજ માટે સેમીનાર, એકસપર્ટ લેકચર તેમજ કંપનીમાં વિઝીટ માટે લઇ જવામાં આવે છે. હાલ સંસ્થામાં ડીપ્લોમાં કેમિકલ, સિવિલ, કોમ્પ્યુટર, ઇલેકટ્રીકલ અને મીકેનીકલ શાખામાં અભ્યાસ માટેની પ્રવેશ પ્રક્રિયા શ થઇ ગઇ છે. વધારે માહિતી માટે સંસ્થાના 95580 00112/114 નંબર માં સંપર્ક કરવા જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS