પોલીસ ઈચ્છે તો ગમે તેવા મુશ્કેલ અને પડકારજનક બનાવવાના ભેદ પણ ઉકેલી શકે છે. તે વાતની પ્રતિક કરાવતો કિસ્સો સામે આવ્યો છે. પારડીમાં 35 વર્ષ પૂર્વે હત્યાના ગુનામાં ફરાર થયેલા મૂળ કર્ણાટકના વતની શખસને રાજકોટ ગ્રામ્ય પોલીસે ગોવાથી ઝડપી લીધો હતો.હત્યા કર્યા બાદ આરોપી નાસી ગોવા પહોંચી ગયો હતો અને અહીં લવ મેરેજ કરી નવી જીંદગી શરૂ કરી હતી.
બનાવની જાણવા મળતી પારડી ગામે શીતળા માતાના મંદિર પાસે વર્ષ 1990 માં નૈનતુરઈ એકવ નાડર (મૂળ. તામિલનાડુ) નામના યુવાનની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. જે અંગે જે તે સમયે પોલીસે તપાસ કરતા આરોપી તરીકે પીછૈયા ઉર્ફે વિજય સન્મુખવેલ નાડર (રહે. તામિલનાડુ) તથા બસપ્પા ઉર્ફે સુરેશના નામ ખુલ્યા હતા.
પીછૈયા ઉર્ફે વિજયની પત્ની સાથે મૃતક નૈનતુરઇને આડા સંબંધ હોય જેથી વિજયની પત્ની તેની સાથે ઝઘડો કરતી હોય તે તેને માવતરએ મૂકી આવ્યા બાદ તેણે મિત્ર સુરેશ સાથે મળી યુવાનની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. આ હત્યા બાદ આરોપી પીછૈયા ઝડપાઈ ગયો હતો. પરંતુ અન્ય આરોપી સુરેશ પોલીસના હાથ લાગ્યો ન હતો. જેથી તેના વિરુદ્ધ કોર્ટમાંથી સીઆરપીસી કલમ ૭૦ વોરંટ ઇશ્યુ કરવમાં આવ્યું હતું. તેમજ આરોપીને ભાગેડુ જાહેર કરી તેના પર રૂ.10,000 નું ઇનામ પણ જાહેર કરાયું હતું.
દરમિયાન રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવની સૂચના હેઠળ રાજકોટ જિલ્લા પોલીસવડા હિમકરસિંહના માર્ગદર્શનમાં એલસીબી પીઆઇ વી.વી.ઓડેદરાની રાહબરી હેઠળ ટીમ આ આરોપીને ઝડપી લેવા માટે તપાસમાં હતી. દરમિયાન પીએસઆઇ એચ.સી. ગોહિલ, એએસઆઈ રવિ દેવભાઈ બારડ, રોહિતભાઈ બકોત્રા, બ્રિજરાજસિંહ જાડેજા, વકારભાઈ આરબ, કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પરમાર સહિતનાઓએ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરી કર્ણાટક ખાતે તપાસમાં પહોંચી હતી. ત્યાં આરોપીના ભાઈ સિદ્ધિલીગ કાવલગુડ (ઉ.વ 95) તથા આરોપીના બનેવી અપ્પન ગોડા પાટીલને શોધી તેની પૂછપરછ કરી હતી.
દરમિયાન એલસીબીના એએસઆઇ રવિ દેવભાઈ બારડને એવી માહિતી મળી હતી કે, આરોપી બસપ્પ ગોવા છે. જેથી ટીમ અહીં પહોંચી હતી અને અહીં વોચ ગોઠવી આરોપી બસપ્પા ઉર્ફે સુરેશ ગીરમલા કાવલગુડ (ઉ.વ 64 રહે. મૂળ શિરગુર, કર્ણાટક, હાલ, ગોવા) ને ઝડપી લીધો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આરોપીએ તેના મિત્ર પીછૈયા ઉર્ફે વિજય સાથે મળી વિજયની પત્ની સાથે આડા સંબંધ ધરાવનાર નૈનતુરઇની હત્યા કરી હતી જે માટે વિજય તેને રૂ. 15000 આપવાનું કહ્યું હતું. આ હત્યા કર્યા બાદ તે ઘર છોડી ગોવા જતો રહ્યો હતો અને અહીં લવ મેરેજ કરી નવી જિંદગી શરૂ કરી દીધી હતી.
આરોપી પર ૧૦ હજારનું ઇનામ જાહેર કરાયું હતું
યુવાનની હત્યા બાદ આરોપી પીછૈયા ઝડપાઈ ગયો હતો. પરંતુ અન્ય આરોપી સુરેશ પોલીસના હાથ લાગ્યો ન હતો. જેથી તેના વિરુદ્ધ કોર્ટમાંથી સીઆરપીસી કલમ ૭૦ વોરંટ ઇશ્યુ કરવમાં આવ્યું હતું. તેમજ આરોપીને ભાગેડુ જાહેર કરી તેના પર રૂ.10,000 નું ઇનામ પણ જાહેર કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech