વિસાવદરના શોભાવડલામાં સગીરા સાથે બળજબરીના ગુનામાં આરોપીને ૪ વર્ષની સખત કેદની સજા

  • February 24, 2024 11:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અહીંની સ્પે.પોકસો સેસન્સ કેસની ટ્રાયલ વિસાવદર સ્પે.પોકસો કોર્ટમાં ચાલી જતા સેસન્સ જજ જયેશકુમાર શ્રીમાળી દ્વારા ફરિયાદ પક્ષનો કેસ સાબિત માની શોભાવડલા લશ્કર ગામના આરોપીને તકશીરવાન ઠરાવી ૪ વર્ષની સખત કેદની સજા તથા જુદી જુદી કલમો હેઠળ સજા તથા દંડ કરેલો હતો આ કેસની હકીકત એવી છે કે, શોભાવડલા ગામે રહેતા પરિવારની સગીર વયની પુત્રી તા.૦૨-૦૯-૨૦૨૧ ના રોજ સાંજના નવેક વાગ્યાના અરસામાં ઘરના ડેલા પાસે એકલી ઉભી હતી ત્યારે ગામમાં જ રહેતો જતીન હસમુખભાઇ ખાંભુ ત્યાં આવી સગીરાનો હાથ પકડી ઘરના પાછળના ખુલ્લા  પ્લોટમાં લઇ ગયો હતો જયાં સગીરા સાથે બળજબરીપૂર્વક કપડાં કાઢવાની કોશીષ કરી, છેડતી તેમજ ભોગ બનનારના જમણા હાથમાં સામાન્ય ઇજા કરી હતી. આ બનાવમાં સગીરાએ પોલીસમાં શખસ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જયાં આ કેસ વિસાવદરની સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સેશન્સ જજ જયેશકુમાર શ્રીમાળીએ ગુનાઓમાં તકસીરવાન ઠરાવી પોકસો એકટની કલમ મુજબ ૪ વર્ષની સખ્ત કેદ અને રૂ.૧૦,૦૦૦નો દંડ અને જો આ દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા તેમજ કલમ ૩૫૪ (બી) મુજબના ગુના બદલ ૩ (ત્રણ) વર્ષની સખત કેદની સજા અને રૂા.૩,૦૦૦નો દંડ. જો આરોપી દંડની રકમ ભરવામાં કસુર કરે તો વધુ ૩ (ત્રણ) માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ હતો આ ઉપરાંત કલમ ૩૨૩ મુજબના ગુના બદલ ૨ (બે) માસની સખત કેદની સજા અને રૂા.૫૦૦નો દંડ ફરમાવવામાં આવેલ હતો. જો આરોપી દંડની રકમ ન ભરે તો સાત દીવસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ હતો.

ઉપરાંત આ કામના ભોગ બનનાર સગીર વયની બાળા ને તેણે ભોગવેલ માનસીક યાતના સબંધે યોગ્ય વળતર આપવું જરૂરી અને ન્યાયી જણાય છે. જેથી સગીર વયની ભોગ બનનારને વળતર પેટે રૂા.૧,૦૦,૦૦૦ ચુકવી આપવાનો આદેશ કરવામાં આવેલ હતો.
આ કેસમાં ફરિયાદીના એડવોકેટ મંજૂર એસ ગાહાની ધારદાર રજુઆતને ધ્યાને લઇ કોર્ટે ચુકાદો જાહેર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application