જામનગરમાં ચેક રીટર્ન કેસમાં આરોપીને સજા

  • April 10, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમા ૫૦ હજાર ની રકમનો આપવામાં આવેલ ચેક પરત ફરવાનાં કેસ મા આરોપીને છ માસની સજાનો અદલતે આદેશ કર્યો છે.
જામનગરનાં  ભરત ગોરધનદાસ નંદા પાસે થી  મનીષ હરસુખલાલ ભદ્રા એ  સંબધના દાવો મનીષ હરસુખલાલ ભદ્રાને  રૂા. ૫૦,૦૦૦  ની રકમ  હાથ ઉછી ની ના લીધી હતી. અને તે રકમ ની પરત ચુકવણી અર્થે ચેક લખી આપવામાં આવ્યો  હતો. જે ચેક બેંક માંથી પરત ફર્યો હતો. આ થી આ ભરત નંદા   ધ્વારા  આરોપી વિરૂધ્ધ નેગો. ઈન્સ્ટ્રુમેન્ટ એકટ ની કલમ  મુજબ ની ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.
જે ફરીયાદ ચાલી જતા કોર્ટ ઘ્વારા ફરીયાદી ના વકીલ ની દલીલો ને ધ્યાને લઇને જામનગરની સ્પે નેગીસીએબલ કોર્ટ ધ્વારા  આરોપી મનીશ હરસુખલાલ ભદ્રા ને તકસીરવાર ઠરાવી ને છ માસની સજા તથા ચેક ની રકમ  મુજબ નો દંડ અને તે દંડ ની રકમ ફરીયાદીને વળતરીકે ચુકવી આપવાનો અને જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ ૧ માસ ની સજા નો હુકમ કર્યો હતો.
    આ  કેસ માં ફરીયાદી તરફે વકીલ નયન એચ કનખરા તધા કપીલ એન. વસીયર રોકાયા હતા.
**
વચગાળાનું ભરણપોષણની અરજી નામંજૂર

ભાવિનભાઈ અજમેરીયાના પત્નીએ તેઓ સામે ઘરેલું હિંસાના કાયદા હેઠળ ભરણપોષણ તથા અન્ય રાહત મેળવવા કેસ કરેલો, જે વચગાળાની અરજી નો પતિ તરફે વિરોધ કરવામાં આવેલ અને પોતાનાં વકીલ અનિલ જી. મહેતા મારફત રજૂઆતો કરેલ, જે રજૂઆતો ગ્રાહ્ય રાખી જામનગર ની એડી. સિનિયર સિવિલ કોર્ટ એ પત્નિ ની વચગાળાનું ભરાણપોષણ માંગતી અરજી નામંજૂર કરતો હુકમ કરેલ છે. આ ચર્ચાસ્પદ કેસ ની વધું રસપ્રદ બાબત એ છે કે આજ પતિ પત્નિ ના છૂટાછેડા ના કેસમાં પણ પત્નીએ માંગેલ ભરણપોષણ અગાઉ ફેમિલી કોર્ટ એ નામંજૂર કરેલ હતું. પત્નિ પીડિત પતિ તરફે વકીલ અનિલ જી. મહેતા સાથે તેમની ટીમના વકીલ વિવેક જાની, અર્જુનસિંહ સોઢા, અને ભરત ચુડાસમા રોકાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application