કાલાવડમાં ખેતીની જમીન ખાલી ન કરવા અને મરવા મજબુર કરવાના કેસમાં આરોપી જામીન મુકત

  • November 29, 2024 10:37 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મુકામે વસવાટ કરતા જીતેન્દ્રભાઈ જેઠાભાઈ વોરા ધ્વારા જામનગર જીલ્લા કાલાવડ પોલીસ સ્ટેશનમાં તેમના પિતા જેઠાભાઈ વોરા ધ્વારા તેમની જમીન માપણી કરાવતા 10 વીધા પૈકી 24 ગુંઠા જમીન આરોપી પ્રવિણભાઈ તેજાભાઈ કાકડીયા વાળાઓએના ખેતરમાં નિકળતી હોય જેથી જેઠાભાઈએ પ્રવિણભાઈ તેજાભાઈ કાકડીયાને 24 ગુંઠા જમીનનો કબજો ખાલી કરાવવા અવાર નવાર કહેતા પરંતુ આ પ્રવિણભાઈ તેજાભાઈ તેના કૌટુંબીક ભાઈ નાથાભાઈ ટપુભાઈ પણ આ બાબતે પ્રવિણભાઈનો સાથ આપતા હોય અને ફરીયાદીના પિતા જેઠાભાઈને માનસીક ત્રાસ આપી અને હેરાન પરેશાન કરતા હોય.


બનાવના દિવસે મરણજનાર તા.07/03/2024ના રોજ સાંજના સમયે વાડીએ ગયા ત્યારે આરોપી પ્રવિણભાઈ કાકડીયાએ મરણજનારને ધારીયું લઈ અને તેમના સામેથી પસાર થયેલ અને મારવાની કોશીશ કરવાની બિક લાગતા તેમને એક સ્યુસાઈટ નોટ લખેલ અને તેમાં જણાવેલ કે પવિણ તેજાની વાત કરૂ છું હું મારા સાગર વારા ખેતરે આંટો મારવા ગયો ત્યારે બપોરના સુમારે ધારીયુ લઇને મારી પાછળ થયો હું ગાડીમા હતો નીચે હોત તો મારી નાખત તેવો ડર લાગ્યો હતો હું તેને પહોચી શકુ તેમ નથી એ પ્રકારની સ્યુસાઇડ નોટ ફરીયાદીના પિતાએ આત્મહત્યા કરી લીધેલ ત્યારબાદ ધોરણસર ગુનો દાખલ થતા આરોપી પ્રવિણભાઈ તેજાભાઈ કાકડીયાને જેલ હવાલે કરવામાં આવેલ હતો.


જેથી આરોપીએ જામીન અરજી દાખલ કરવામાં આવેલ જેમાં સરકાર પક્ષે ત્થા તપાસ કરનાર પોલીસ ધ્વારા દલીલો કરવામાં આવેલ હતી. તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, જે રીતે સ્યુસાઈટ નોટ લખવામાં આવેલ છે તેના આક્ષેપો ધ્યાને લેવામાં આવે તો ધારીયુ લઈ અને આરોપી નિકળેલા હતા અને તેનાથી ડરી ગયેલા અને આત્મહત્યા કરી લીધેલ તેવું જણાવેલ છે, અને ફરીયાદીના પીતા મોટરકારમાં હતા જો તેઓને આ ડર હોય તો તેઓ પોલીસ સ્ટેશન જઈ અને ફરીયાદ કરી શકતા હતા પરંતુ તેવું કોઈ કાર્યવાહીઓ કરવામાં આવેલ નથી, અને આ ડરના કારણે આત્મહત્યા કરેલ હોય તેવું પ્રથમ દર્શનીય જણાય આવતું હોય તો પણ મરણજનાર પાસે મરવા સીવાયનો કોઈ જ વિકલ્પ ન હોય, તેવું ફરિયાદ ઉપરથી જણાય આવતું નથી.


આમ, જયારે ધારી લઈ અને આત્મહત્યા કરેલ હોય, તે સંજોગોમાં આ પ્રકારની ફરીયાદમાં આરોપીને જેલ હવાલે રાખી શકાય નહી, તેમ દલીલો કરતા અદાલતે તમામ દલીલો અને રેકર્ડ ધ્યાને લઈ અને આરોપી પ્રવિણભાઈ તેજાભાઈ કાકડીયાને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ, આ કેશમાં આરોપી પક્ષે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર.ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી. મુછડીયા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application