સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા કરાતી સધન તપાસ
જામનગરમાં સોશ્યલ મિડીયામાં ઇન્સ્ટાગ્રામ તથા વોટસએપના માઘ્યમથી ફરીયાદી યુવતિને બદનામ કરવાના ઇરાદે ન્યુડ ફોટાઓ વાયરલ કરવાના પ્રકરણમાં આરોપીને સિકકા ખાતેથી પકડી જામનગર સાયબર ક્રાઇમ પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.
જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો, જે મુજબ આરોપીએ ફરીયાદી સાથેના રીલેશનશીપનો અંત આવ્યા બાદ અંગત પળોના ફોટા વોટસએપ કોલીંગના સ્ક્રીન શોટ લઇ તે ફોટા ફરીયાદીની મરજી વિરુઘ્ધ મિત્રવર્તુળ તથા સબંધીઓને મોકલી ઓનલાઇન મેસેજર પ્લેટફોર્મમાં પોતાની ઓળખ છુપાવવા ખોટી આઇડી બનાવી ફરીયાદીને બદનામ કરવા અને અશ્ર્લીલતા ફેલાવા ગુનો કરેલ હતો.
સીટી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઇ ઝાએ વિશેષ ટીમ બનાવી અને આ દિશામાં તપાસ કરી હતી અને ટેકનીકલ એનાલીસીસી કરી આરોપી વિશે માહિતી એકત્રીત કરી હતી, આરોપીના લોકેશન મેળવી સિકકા ખાતેથી આરોપી વેજાણંદ ઉર્ફે વિજય લાખા કારીયા રહે. સિકકા હાઉસીંગ બોર્ડ ગઢવી પાડોને પકડી પાડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech