જામનગર માં ચારેક વર્ષ પહેલાં એક મહિલા ઉપર તેના પડોશી શખ્સે છરી ની અણીએ જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ કેસ માં અદાલતે આરોપી ને દસ વર્ષ ની જેલ સજા નો હુકમ કર્યો છે.
જામનગરમાં રહેતી એક મહિલા ચારેક વર્ષ પહેલા પોતાના ઘરમાં એકલી હતી, ત્યારે તે જ વિસ્તારમાં રહેતો ઇમરાન ઉર્ફે તગારો યુનુશભાઈ ગઢકાઈ નામનો શખ્સ પોતાનું કબુતર તેણીના ઘર માં આવી ગયું હોવાના બહા ને તેણીના ઘર માં ઘૂસી ગયો હતો. આ સમયે તેણી ના પતિ મજૂરી કામેં ગયા હતા અને તે ઘર માં એકલી હતી. તેનો લાભ લઈને આરોપીએ છરી બતાવી ને મારી નાખવાની ધમકી આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. અને આ વાત કોઈને કરશે તો તેના પતિ ને પણ મારી નાખવાની ધમકી આપતી હતી.
આખરે આ બનાવ અંગે તેણીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી હતી. આ અંગે નો કેસ જામનગર ના એડી .ડિસ્ટ્રીક્ટ એન્ડ. સેશન્સ જજ વી પી અગ્રવાલ ની અદાલત માં ચાલી જતાં સરકાર પક્ષે ૧૫ સાક્ષીઓ તપાસવામાં આવ્યા હતાં. અને દસ્તાવેજી પુરાવા તેમજ બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી ન્યાયધીશે આરોપી ઇમરાન ગઢકાઈ ને ૧૦ વર્ષ ની જેલ ની સજા અને રૂપિયા ૧૫૦૦૦ નો દંડ તેમજ રૂપિયા એક લાખ નું ભોગ બનાનાર ને વળતર ચૂકવવા નો આદેશ કર્યો હતો. આ કેસ માં સરકાર પક્ષે વકીલ ભારતીબેન વાદી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં દંગાખોરો સામે બુલડોઝર ચાલશે: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
March 19, 2025 08:22 PMગુજરાતમાં ગરમીનો નવો રાઉન્ડ: 22 માર્ચથી તાપમાનમાં વધારો, હવામાન વિભાગની આગાહી
March 19, 2025 08:00 PMડલ્લેવાલ-પંઢેર સહિત ઘણા ખેડૂત નેતાઓ હિરાસતમાં, શંભુ અને ખનૌરી બોર્ડરની આસપાસ ઇન્ટરનેટ બંધ
March 19, 2025 07:52 PMગીરના સાવજો માટે વન વિભાગની પાણીની વ્યવસ્થા: 500 કૃત્રિમ પોઈન્ટ તૈયાર
March 19, 2025 07:45 PMUPIથી પેમેન્ટ લેવા પર હવે થશે કમાણી! સરકારે લીધો મોટો નિર્ણય, આ રીતે મળશે ફાયદો
March 19, 2025 07:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech