ખોટા દસ્તાવેજો બનાવવા તેમજ દા‚ના ગુનાનો આરોપી આઠ માસે ઝડપાયો

  • June 17, 2025 02:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખોટા દસ્તાવેજો બનાવવા તેમજ દા‚ના ગુનાનો આરોપી આઠ માસે ઝડપાયો 
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દા‚ અને ખોટા દસ્તાવેજો બનાવી ઉપયોગ કરવાના ગુન્હામાં આઠ માસથી નાસતાં-ફરતાં આરોપીને રાજસ્થાન રાજયના ઉદયપુરથી ઝડપી લીધો 
આજકાલ પ્રતિનિધિ-ભાવનગર
ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સ્ટાફનાં માણસો નાસતા ફરતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગરના  વેળાવદર પોલીસ મથકના  ગુ.ર.નં.૦૧૫૮/૨૦૨૪ પ્રોહિ.એકટ કલમ:-૬૫ એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ:-૩૩૬(૨), ૩૪૦(૨), ૩૪૧(૧) મુજબના ગુન્હાના કામે નાસતાં-ફરતા આરોપી અમરલાલ લખમાજી રહે.૮૦૭, જગત ગામ, તા.ગીરવા જી.ઉદયપુર રાજય-રાજસ્થાન હાલ ઉદયપુરમાં ટ્રક ચલાવે છે.
જે બાતમી આધારે રાજસ્થાન રાજયના ઉદયપુર ખાતે જઇ તપાસ કરતા નાસતાં-ફરતાં આરોપી અમરલાલ લખમાજી હરજી ડાંગી-પટેલ (ઉ.વ.૪૦ ધંધો-ડ્રાયવીંગ રહે.૮૦૭, જગત ગામ, તા.ગીરવા જી.ઉદયપુર રાજય-રાજસ્થાન)ને ઉદયપુરથી ઝડપી લઈ તેને વેળાવદર પોલીસને હવાલે કર્યો હતો.આરોપી સામે ભાવનગરના  વેળાવદર પોલીસના  ગુ.ર.નં.૦૧૫૮/૨૦૨૪ પ્રોહિ.એકટ કલમ:-૬૫ એ,ઇ,૧૧૬બી,૮૧,૯૮(૨) તથા ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ:-૩૩૬(૨), ૩૪૦(૨), ૩૪૧(૧) મુજબનો ગુનો નોંધાયો હતો.આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી, હરપાલસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઇ પંડયા અને હરપાલસિંહ સરવૈયા સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News