માળિયાના નવલખી પોર્ટમાં આધેડની હત્યા કરનાર આરોપીઓ રિમાન્ડ ઉપર

  • February 26, 2021 12:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળિયાના નવલખી પોર્ટ ખાતે ગાડી લોડીંગ કરવા બાબતે માથાકૂટ થતા ત્રણ ઈસમોએ ઝઘડો થયો હોય જેનો ખાર રાખી આધેડને છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય જે બનાવ મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને ઝડપાયેલા ત્રણ આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટે શુક્રવારે બપોર સુધીના રિમાન્ડ પર સોપ્યા છે.


માળિયાના નવલખી બંદરે કામ કરતા દશરથસિંહ ભગવતસિંહ જાડેજા (ઉ.વ.૪૫) ગાડી લોડીંગ કામ સંભાળતા હોય જેને ગાડી લોડીંગ મામલે આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા અને મયુરસિંહ રણજીતસિંહ જાડેજા સાથે ઝઘડો થયો હોય જેનો ખાર રાખી બંને ઇસમોને કહેવાથી આરોપી સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજાએ છરીના ઘા ઝીંકી આધેડની હત્યા કરી હતી જે બનાવ મામલે મૃતકના ભાઈ કિરીટસિંહ ભગવતસિંહ જાડેજાએ માળિયા પોલીસમાં હત્યાની ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને પગલે માળિયા પીએસઆઈ નરેન્દ્રસિંહ ચુડાસમાની ટીમે તપાસ ચલાવી હતી અને ત્રણેય ઈસમો નાસતા ફરતા હોય હત્યાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મયુરસિંહ વેલુભા જાડેજા, મયુરસિંહ રણજીતસિંહ જાડેજા અને સૂર્યદીપસિંહ રણજીતસિંહ જાડેજા રહે ત્રણેય મોટા દહીંસરા વાળાને ઝડપી લીધા બાદ કોર્ટમાં રજુ કરતા કોર્ટે શુક્રવાર બપોર સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS