પોરબંદરમાં હોળીની રાત્રે હીટ એન્ડ રનના બનાવના આરોપીની ધરપકડ

  • April 03, 2021 10:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

પોરબંદરમાં હોળીની રાત્રે હીટ એન્ડ રનના બનાવના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
કમલાબાગ પોલીસ સ્ટેશનના છાંયા એસીસી રોડ ઉપર હોળીની રાત્રીના એક અજાણી ફંન્ટી કારનો ચાલક શાંતાબેન સુરેશભાઇ કોરીયા, રાણીબેન સામતભાઇ ,મિલન કેશુભાઇને હડફેટે લઇ ગંભીર ઇજા કરી જેમાં શાંતીબેન સુરેશભાઇ કોરીયાનું મોત નિપજાવી નાશી ગયેલ હોય જે અંગે કમલમાબાગ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજી. થતાં પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સુચના મુજબ તથા પો.અધિ. શહેર વિભાગ તરફથી ગુન્હો ડીટેકટ કરવા સુચના થયેલ હોય જે અન્વયે ઇ/ચા પો.ઇન્સ. આહીર ના માર્ગદર્શન હેઠળ છાંયા પો.ચોકી. પો. સબ ઇન્સ. આર.એચ.સીદી તથા રાઇટર ભુપેન્દ્રસિંહ દિલાવરસિંહ એ બનાવવાળી જગ્યાના રોજકામ દરમ્યાન ખાનગી બાતમીદારોને મળી તથા કમાન્ડ ક્ધટ્રોલના પો.સબ. ઇન્સ. પી.આર. પટેલ અને નેત્રમ ટીમનો સંપર્ક કરી પોરબંદર નેત્રમ સીસીટીવી ફુટેજ દ્વારા તપાસ કરી ફંન્ટી કાર મળી આવેલ જે બાબતે તપાસ કરી મળી આવેલ શંકાસ્પદ કારના નંબર બાબતે પોકેટ કોપની મદદથી માલીકના નામ, સરનામા મેળવેલ જેમાં કાંધલ હાજાભાઇ ઓડેદરા રહે. સેવા સદનની પાછળ સરકારી પ્લોટ નં. 45 નું સરનામું મળતા સદર જગ્યાએ તપાસ કરતા અકસ્માતમાં સંડોવાયેલ કાર તાથ ચાલક મળી આવતા અને ચાલકની પુછપરછ કરતા ચાલક ગુન્હાની કબુલાત આપતા મજકુરને ધોરણસર અટક કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS