જામનગર ગોકુલનગર વિસ્તારમાંથી સાત મહિના પહેલા ૧૩ વર્ષની સગીરાને ઉઠાવી જઇ દુષ્કર્મ ગુજારનાર આરોપી પકડાયો

  • May 27, 2021 11:06 AM 

જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાંથી આજથી સાત મહિના પહેલા ૧૩ વર્ષની સગીરાનું અપહરણ થઈ ગયું હતું. જે સગીરાનું અપહરણ કરી જનાર તેમજ તેણી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને જામનગરની મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે પકડી પાડયો છે, અને તેની સામે પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે સગીરાનો કબજો તેણીના માતા પિતા ને રાજસ્થાન થી જામનગર બોલાવી સોંપી આપ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર ના ગોકુલ નગર વિસ્તારમાંથી ગત ૨૨.૧૦.૨૦૨૦ ના દિવસે ૧૩ વર્ષની એક સગીરાનું અપહરણ થઈ ગયું હતું. જે અપહરણના બનાવ અંગે સગીરાના બનેવી એ સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, અને તે જ વિસ્તારમાં રહેતા હમીર ઉર્ફે દિલીપ ધનાભાઈ બેરા નામના શખ્સ સામે અપહરણ અંગે ની ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને પોલીસ દ્વારા આરોપીની શોધખોળ ચલાવવામાં આવી રહી હતી. તે દરમિયાન સગીરા ભાવનગરમાં હોવાનું જાણવા મળ્યું હતું, અને મહિલા પોલીસ સ્ટેશનની ટુકડી ભાવનગર પહોંચી હતી અને સગીરાનો કબજો સંભાળી જામનગર લઈ આવ્યા હતા. અને તેણીની તબીબી ચકાસણી કર્યા પછી તેને વિકાસ ગૃહમાં રાખવામાં આવી હતી.

મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સગીરાનું નિવેદન નોંધવામાં આવતાં તેણીનુ અપહરણ કરાયા પછી બનાસકાંઠા લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાનું પણ જણાવાયું હતું, અને આરોપી ભાવનગર તેના સંબંધીને ત્યાં ઉતારી ને ભાગી છૂટ્યો હતો.

પોતે મૂળ રાજસ્થાનની વતની હોવાથી મહિલા પોલીસે સગીરાના માતા-પિતા ને રાજસ્થાનથી બોલાવી તેનો કબજો સોંપી આપ્યો હતો. ત્યાર પછી આરોપી હમીર ઉર્ફે દિલીપ ની શોધખોળ ચલાવવામાં આવી હતી. જે આરોપી સામે દારૂ અંગેના પણ જામનગર અને દેવભૂમિ દ્વારકામાં ગુના નોંધાયા હોવાનું માલુમ પડ્યું હતું.
દરમિયાન ગઇકાલે આરોપી પોતાના ઘર પાસે આવતાં મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફે તેને પકડી પાડ્યો છે, અને કોવિડ ટેસ્ટ માટે ની કાર્યવાહી આરંભી છે. ઉપરાંત તેની સામે પોક્સો એક્ટ ની કલમ તેમજ દુષ્કર્મ ગુજારવા અંગેની કલમનો ઉમેરો કર્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS