જામનગરમાં એનડીપીએસના ગુનાનો આરોપી પકડાયો

  • September 01, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સીટી-એ ડીવીઝનના એનડીપીએસના ગુનામાં ફરાર આરોપીને એસઓજીની ટુકડીએ પકડી લીધો હતો.
જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર જીલ્લાના એનડીપીએસ એકટના ગુનાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી. પરમારના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના હેડ કોન્સ. દિનેશભાઇ સાગઠીયા, સોયબભાઇ મકવા, રમેશભાઇ ચાવડાને હકીકત મળેલ કે જામનગર જીલ્લાના સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનના એનડીપીએસ એકટની કલમ મુજબના ગુનામાં નાસતા ફરતા આરોપી હુશેન ઉર્ફે હુશનો વાઘેર ગુલમામદ શેખ રહે. ઘાંચીની ખડકી જામનગરવાળાને પકડી પાડી આગળની કાર્યવાહી માટે સીટી-એ પોલીસ સ્ટેશનને સોપી આપ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application