મહાદેવ સટ્ટા એપના આરોપીઓને જેલમાં મળતી હતી વીઆઈપી ટ્રીટમેન્ટ

  • March 28, 2024 11:14 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મહાદેવ સટા એપના આરોપીઓને દુર્ગની સેન્ટ્રલ જેલમાં ખાસ સુવિધા મળતી હતી. યારે દુર્ગ એસપીએ જેલમાં દરોડા પાડા તો ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા.છત્તીસગઢની દુર્ગ સેન્ટ્રલ જેલમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં મહાદેવ સટા એપ અને હત્યાના આરોપી દીપક નેપાળી, તપન સરકાર અને મુક્કુ નેપાળી જેવા ગુનેગારોને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી છે. આ વાત ત્યારે સામે આવી યારે દુર્ગ એસપીએ તેમની આખી ટીમ સાથે અહીં દરોડા પાડા. આ સિવાય કેદીઓ પાસેથી અન્ય ઘણી વસ્તુઓ પણ મળી આવી હતી. જેલમાં ચાલી રહેલી આ મનમાની બાદ એસપીએ જેલ સુપ્રિટેન્ડેન્ટને જોરદાર ઠપકો આપ્યો છે.આ રીતે પ્લાનિંગ કરીને દરોડો પાડવામાં આવ્યો હતો.

એસપી જિતેન્દ્ર શુકલાને દુર્ગ સેન્ટ્રલ જેલમાં બધં મહાદેવ સટા એપના આરોપીને વીઆઈપી ટ્રીટમેન્ટ મળી રહી હોવાની માહિતી મળી હતી. એસપીએ આ માટે એક પ્લાન બનાવ્યો હતો. લગભગ ૧૦૦ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી અને સવારે ૪.૪૫ વાગ્યે અચાનક જેલમાં દરોડો પાડો હતો. યારે એસપીએ બેરેકનું નિરીક્ષણ કયુ તો તેઓ પણ ચોંકી ગયા. ગેંગસ્ટર તપન સરકાર, મુક્કુ નેપાળી, દીપક નેપાળી અને ઉપેન્દ્ર કાબરાને વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી હતી. તમામ ભયજનક આરોપીઓને નવી જેલ સંકુલમાં રાખવામાં આવ્યા હતા. સૂવા માટે એક–બે નહીં પણ ચાર ગાદલા અપાયા. તેના ગાદલા નીચેથી કાજુ, બદામ અને કિસમિસ જેવા મોંઘા સૂકા ખોરાક મળી આવ્યા હતા.યારે એસપીને આ અંગે પૂછવામાં આવ્યું તો જેલ અધિક્ષક કોઈ જવાબ આપી શકયા ન હતા. એક તરફ જેલની અંદર વધુ કેદીઓના કારણે કેદીઓ માટે સૂવા માટે પૂરતી જગ્યા નથી. ૨૦ કેદીઓની બેરેકમાં ૫૦–૬૦ કેદીઓને રાખવામાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં ગેંગસ્ટર તપન સરકાર નવીન જેલમાં એક નહીં પરંતુ ચાર ગાદલા પર એકલો સૂતો જોવા મળ્યો હતો.


એક જેલ અધિક્ષક પણ ન હતા
દુર્ગના એસપી જિતેન્દ્ર શુકલાએ સેન્ટ્રલ જેલમાં દરોડો પાડો હતો. આ દરમિયાન જેલ સુપ્રિટેન્ડેન્ટ પણ ત્યાં ન હતા. માત્ર જેલ ગાર્ડ જ ફરજ પર હતો. તે કઈં સમજે અને જેલ સુપ્રિટેન્ડેન્ટને જાણ કરે તે પહેલા જ એસપીએ જેલ ખોલી અને બેરેકની જાતે તપાસ શ કરી.આ સમય દરમિયાન, તેઓને ભયંકર ગુનેગારો પાસેથી શાકભાજી કાપવાની તીણ છરીઓ અને મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. તપાસ બાદ જેલમાં ખળભળાટ મચી ગયો છે. એએસપી અભિષેક ઝાએ સુરક્ષાના કારણોસર જેલની અંદરના ફોટા અને વીડિયો આપવાનો ઈન્કાર કરી દીધો છે, પરંતુ તેમણે જણાવ્યું કે યારે તેમણે જેલમાં દરોડો પાડો ત્યારે ઘણી વાંધાજનક વસ્તુઓ મળી આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application