જામનગર નજીક મુંગણી ગામમાં આધેડ પર છરીઓના ઘા ઝીંકીને ઢીમ ઢાળી દેવાના પ્રકરણમાં પકડાયેલા આરોપીઓને જેલ હવાલે કરાયા છે.
જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા બલરાજસિંહ ઉર્ફે બલીયો રાજેન્દ્રસિંહ કેર નામના ૨૨ વર્ષના યુવાનને યુવતિ સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જે મિત્રતામાં પ્રેમિકાએ પોતાનો સોનાનો હાર ફરીયાદીને આપ્યો હતો, અને તે હાર ઉપર ફરિયાદી યુવાને લોન લીધી હતી. ઉપરોક્ત બાબતની જાણકારી મહેન્દ્રસિંહ પિંગળ વગેરેને થઈ જતાં તકરાર થઇ હતી દરમ્યાનમાં આ બાબતનું મનદુ:ખ રાખીને ફરીયાદીના પિતા રાજેન્દ્રસિંહ પર આડેધડ છરીના ઘા ઝીંકી હુમલો કરી જીવલેણ ઇજા પહોચાડી હતી. દરમ્યાન સારવારમાં આધેડનું મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. જેના આધારે સિકકા પોલીસે કલમનો ઉમેરો કરી આરોપીઓની શોધખોળ આદરી હતી.
પોલીસે આરોપી ચંગાના મહેન્દ્રસિંહ પિંગળ, જયવીરસિંહ પિંગળ, અનિરુઘ્ધસિંહ પિંગળ અને મુંગણીના મનોજસિંહ કેરની અટકાયત કરી હુમલામાં વપરાયેલ હથિયાર કબ્જે લઇ જેલ હવાલે કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application