55 લાખની છેતરપિંડીના ગુનામાં આરોપીને રાજસ્થાનમાં વેશપલટો કરી ઝડપી લીધો

  • March 27, 2025 03:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી બીએસએનએલના મહિલા કર્મચારી સાથે 55 લાખની છેતરપિંડીના પ્રકરણમાં સાયબર ક્રાઇમ પોલીસની ટીમે વધુ એક આરોપીને રાજસ્થાનમાં વેશપલટો કરી ઝડપી લીધો હતો.


રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ જે.એસ.કૈલા અને બી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઓનલાઈન ફ્રોડના ગુનામાં તપાસ દરમિયાન પોલીસે અગાઉ રાજસ્થાનના બે અને વિસાવદર પંથકના બે મળી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. આ ચારેય આરોપીઓના બેંક ખાતામાં ઠગાઈની રકમ જમા થઈ હતી. વધુ તપાસ દરમિયાન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં બોરીફ ગામના રૂપરેશના ખાતામાં પણ ઠગાઈના રૂપિયા પાંચ લાખની રકમ જમા થયાનું ખુલ્યું હતું.


જેથી સાયબર ક્રાઇમની ટીમ રાજસ્થાન પહોંચી હતી અહીં હેડ હેડ કોન્સ્ટેબલ વેસ્ટ પલટો કરી આરોપી રૂપરેશ ગજાનંદ શર્મા (ઉ.વ 24) ને ઝડપી લીધો હતો. આરોપી ઇન્વરટર ફીટર તરીકે કામ કરે છે.બીએસએનલના મહિલા કર્મચારીને શેરબજારમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપી ૫૫ લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જે કેસમાં પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લીધા છે પરંતુ હજુ સુધી મુખ્ય સૂત્રધાર ઝડપાયા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application