જામનગરમાં રૂપિયા ૩૭,૭૦૦ ની રકમ નો ચેક પરત ફરવા ના કેસ માં આરોપી ને એક વર્ષ ની સજા નો અદાલતે હુકમ કર્યો છે.
જામનગર તાલુકા નાં વરણા ગામ મા રહેતા ભરતભાઈ બાબુભાઈ નિમાવતે પોતાના મિત્ર ગોસ્વામી ખીમગીરી કુવરગીરી પાસે થી મિત્રતા ના દાવે રૂપીયા ૩૭,૭૦૦ ઉછીના લીધા હતા. અને તેની પરત ચુકવણી માટે આરોપીએ ચેક આપ્યો હતો. તે ચેક નાણા નાં અભાવે પરત ફર્યો હતો. જેથી ફરીયાદીએ જામનગર ની અદાલતમાં ફોજદારી કેસ દાખલ કરેલ હતો, અને તે કેસ જામનગર ના એડીશ્નલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ની કોર્ટ માં ચાલી જતાં અને સમગ્ર પુરાવાનું મુલ્યાંકન કરી ફરીયાદીના વકિલ ની તમામ દલીલો ધ્યાને રાખી આરોપી ભરતભાઈ બાબુભાઈ નિમાવત ને એક વર્ષ ની સાદી કેદ ની સજા તથા આરોપી ને ઓર્ડર ની તારીખ થી ૩ મહિના માં રૂપીયા ૩૭,૭૦૦ નું વળતર ચુકવવાનો હુકમ કરેલ છે, તેમજ વળતર ચુકવવા માં કસુર કરે તો વધુ ૬ માસ ની સાદી કેદ ની સજા ભોગવવી તેવો હુકમ પણ કર્યો છે. તથા આરોપી કોર્ટ સમક્ષ હાજર રહેલ ન હોય, જેથી આરોપી વિરૂધ્ધ સજા નું વોરંટ ઈસ્યુ કરવામાં આવેલ છે.
ફરીયાદી ગોસ્વામી ખીમગીરી કુવરગીરી તરફે ધારાશાસ્ત્રી નીતલ એમ. ધ્રુવ , ડેનીશા એન. ધ્રુવ , પુજા એમ. ધ્રુવ , આશિષ પી. ફટાણીયા , ધ્વનિશ એમ. જોશી , અલ્ફાઝ એ. મુન્દ્રા , અશ્વિન એ. સોનગરા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઘાતક હથિયારોના ઘા ઝીંકી યુવાનની હત્યા
December 12, 2024 03:14 PMટાણા-રાજપરા ગામનો યુવાન આર્મીમાં તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા ખુશીનો માહોલ છવાયો
December 12, 2024 03:09 PMફીશ યુનિટમાં કામ કરતી મહિલાઓને અપાઇ કાયદાકીય મહત્વની જાણકારી
December 12, 2024 02:56 PMકડકડતી ઠંડીમાં અવકાશમાં ઉલ્કા વર્ષાની થશે આતશબાજી
December 12, 2024 02:55 PMગુરુ ગ્રહ પર જોવા મળ્યું પૃથ્વી કરતાં અનેકગણું પહોળું વિશાળ વાવાઝોડું
December 12, 2024 02:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech