આ કેસની હકીકત મુજબ મુંબઈ સ્થિત પ્રાઈવેટ લીમીટેડ કંપની પ્રતીભા ઈન્ડસ્ટ્રીઝના મેનેજિંગ ડાઈરેક્ટર અજીત બી. કુલકર્ણીને ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ વોટર સપ્લાઈ પ્રોજેક્ટ બનાવવા તથા એક્ઝીક્યુશન માટે કોન્ટ્રાકટ મળ્યો હતો. જેથી આરોપી પ્રાઇવેટ લિમિટેડ કંપનીને રૂપિયાની જરૂરીયાત ઉભી થતા ફરીયાદી એન. ઓડેદરા એન્ડ કંપનીના પ્રોપરાઈટર નાગેશભાઈ રાજશીભાઈ ઓડેદરા પાસે ગુજરાત સરકાર દ્વારા કોન્ટ્રાકટ પુરા કરવા આર્થીક સહાયની માંગણી કરતા ફરીયાદી દ્વારા આરોપી કંપનીને તથા તેના મેનેજિંગ ડાયરેક્ટરને રૂ. 20 કરોડના બે અલગ અલગ હપ્તામાં રકમ પુરી પડી કોન્ટ્રાક્ટ પ્રોજેક્ટ સંપુર્ણ પણે પુરો કરવાની જવાબદારી ફરીયાદીએ લીધી હતી. જે સંદર્ભમા ડીસ્ટ્રીક્ટ ટ્રેજરર ઓફીસ, મુંબઈ ખાતે કામની સંપુર્ણ વિગત સાથેનો કરાર થયો હતો. ત્યાર બાદ કોન્ટ્રાક્ટ મુજબનું કામ ફરીયાદી દ્વારા સમયસર પુરુ કરવામાં આવ્યું હતું. પરંતુ કોન્ટ્રાકટ સંદર્ભે ફરીયાદી પેઢીના એકાઉન્ટ સ્ટેટમેન્ટ પ્રમાણે આરોપીઓ પાસેથી કુલ રૂ. ૫.૩૬ કરોડથી વધુ લેણી રકમ નીકળતી હોય જે પૈકી આરોપી દ્વારા આપવામાં આવેલો રૂ. 5 કરોડનો ચેક પરત ફર્યો હતો. જે અંગે ફરિયાદીએ કંપની અને તેના ડિરેકટર વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. જે ફરીયાદના પ્રોસિડિંગ્સ સ્ટે કરવાની અરજી કરવામાં હતી. જે અરજી ચાલી જતા ફરીયાદીના એડવોકેટની મૌખીક દલીલ અને રજુ રાખવામાં આવેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓને ઘ્યાને લઈ રાજકોટ કોર્ટ દ્વારા આરોપી દ્વારા કરવામાં આવેલી પ્રોસિડિંગ સ્ટેની અરજી નામંજુર કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી એન. ઓડેદરા & કંપની વતી યુવા એડવોકેટ ગૌરાંગ પી. ગોકાણી, વૈભવ બી. કુંડલીયા, શીવરાજસિંહ એમ. જાડેજા અને લીગલ આસી. જયદીપ ડી. ગઢિયા રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application“જામનગરએ ખરેખર વટ પાડી દીધો છે” તે શબ્દોથી મુખ્યમંત્રીએ પોતાનું વકતવ્ય શરૂ કર્યું
June 07, 2025 12:33 PMઆરંભડા અને વરવાળા સીમમાં વિદેશી દારુ-બિયરના જથ્થા સાથે શખ્સો પકડાયા
June 07, 2025 12:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech