BREAKING NEWS

મનહરપુર ડેમ જતા રસ્તે એક લાખના દારુ બિયર સાથે થાનનો આરોપી ઝડપાયો

  • November 10, 2025 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
રાજકોટ શહેર માં દારૂ અને જુગાર ના ધંધાર્થીઓ પર દરોડા પાડવા તેમજ દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ઝડપી લેવા પોલીસ કમિશનરે કરેલા આ દેશના પગલે ડીસીપી ક્રાઈમની સૂચનાથી ડીસીબી પીઆઈના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં નીકળી હતી તે વેળાએ માધાપર ગામની સીમમાં મનહરપર ડેમ તરફ જતા રસ્તે થાનના એક શખ્સને એક લાખના દારૂ બિયર ના જથ્થા સાથે રંગે હાથ ઝડપી લીધો હતો.


પોલીસ સુત્રો માંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના ક્રાઈમ બ્રાન્ચ ના ડીસીપી જગદીશ બાંગરવાની સૂચનાથી પીઆઇ એમ આર ગોંડલીયા ના માર્ગદર્શન હેઠળ ટીમ વિસ્તાર પેટ્રોલિયમમાં નીકળી હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ ડાંગર ને મળેલ બાતમીના આધારે માધાપર ગામની સીમમાં મનહર પર ડેમ જવાના રસ્તે દારૂની ડીલેવરી કરવા આવેલા મોહન લક્ષ્મણભાઈ સોલંકી ઉમર 25 રહે સર્વોદય સોસાયટી તરણેતર રોડ થાનગઢ વાળાને ઝડપી લીધો હતો.


ઝડપાયેલા શખ્સના કબજા માંથી જુદી જુદી બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલનું 336 કિંમત રૂપિયા 89 040 તેમજ બિયર નંગ 72 કિંમત રૂપિયા 15840 તેમજ મોબાઇલ સહિત કુલ રૂપિયા 1,09,880ના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી.


ઝડપાયેલા આરોપીની પૂછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો થાનગઢના હરદીપભાઈ નામના શખશે મોકલ્યાનું અને આ દારૂ રાજકોટના રામનાથ પરા માં રહેતા દેવ રમેશભાઈ ગોહેલ એ મંગાવ્યાની કબુલાત આપતા બંનેની શોધખોળ શરૂ કરી છે.


બીજા દરોડામાં એ ડિવિઝન પોલીસે હાથીખાના મેઈન રોડ પર વિશાલ ઉર્ફે બચ્ચન સુરેશભાઈ ગોહેલ ઉમર 27 રહે રામનાથ પરા ભવાનીનગર શેરી નંબર સાત વાળાને 40 બોટલ દારૂના ચપલા સાથે ઝડપી લીધો હતો જ્યારે બીજા દરોડામાં મક્કમ ચોક નજીક એક બોટલ સાથે ઈશાન ઉર્ફેકાલી સવજીભાઈ શેખલિયા ઉમરે 31 રહે ત્રિશુલ ચોક વાળાને ઝડપી લીધો હતો.


ત્રીજા દરોડામાં યુનિવર્સિટી પોલીસે મુજકા ગામ પેટ્રોલ પંપ નજીક રાજુ બટુકભાઈ વાળા ઉંમરે 21 રહે ફનબ્લાસ ગેમઝોન વાળાને બે બોટલ દારૂ સાથે ઝડપી ધોરણ સમી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application