BREAKING NEWS

સિક્કા ગામના અતી ચકચારી સગીરાના બળાત્કાર કેશમાં આરોપી નિર્દોષ : સ્પેશલ પોકસો કોર્ટનો હુકમ

  • October 18, 2025 02:26 AM 

@ આ બનાવની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી ભોગ બનનારે કુલ પાંચ આરોપીઓ વિરૂધ્ધ પોતાની મરજી વિરૂધ્ધ બળજબરીથી અલગ અલગ જગ્યાએ ભોગબનાર પર એકથી વધુ વખત બળાત્કાર ગુજારેલ ના આક્ષેપો સાથે સિકકા પોલીસ સ્ટેશન માં પોકસો એકટ ની કલમ-૪,૬ તથા આઈ.પી.સી ની કલમ-૩૭૬(૨) (એન),૫૦૬,૫૦૬(૨),૩૨૩,૩૬૩,૧૧૪ તથા એટ્રો સીટી એકટ ની કલમ-૩(૨)(૫) મુજબ ગુનો દાખલ થતાં સતાર અજીજ ખીમાણી સહિતના પાંચ આરોપીઓની ધોરણસર અટક કરેલ ત્યારબાદ તપાસકરનાર અધિકારી દ્વારા પુરાવા એકત્રીત કરી નામદાર કોર્ટમાં ચાર્જસીટ ફાઈલ કરેલ.


ઉપરોકત પોકસો કેસ ચાલી જતા ફરીયાદપક્ષે પોતાનો કેસ સાબિત કરવા મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવો રજુ કરેલ અને આરોપી સતાર અજીજભાઈ ખીમાણી તરફે તેમના વકીલ અશોક એચ.જોશી તરફે આરોપી તદ્દન નિદોષ છે કોઈ જ ગુનો કરેલ નથી તેના સમર્થનમાં વિશેષ દલીલો કરેલ આમ બન્ને પક્ષોની દલીલો સાંભવ્યા પછી જામનગર ના મહે. સ્પે.પોકસો કોર્ટ દ્વારા આરોપી પક્ષની દલીલો ગ્રાહય રાખી આરોપી સતાર અજીજભાઈ ખીમાણી નાઓને નિદોર્ષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવ્યો છે.


આરોપી સતાર અજીજભાઈ ખીમાણી તરફથી વકીલ અશોક. એચ. જોશી, મોહસીન એચ.ખારા, પ્રદિપ પી. મકવાણા, સાહીદ એચ.રૂન્જા, જયોતિ બી. પરમાર રોકાયેલ હ તા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application