જામનગરમાં શરાબની ૧૮ બોટલ કબજે: આરોપી ફરાર

  • July 08, 2021 01:10 PM 

ધરાનગરમાં એક્સેસ બાઇકમાંથી શરાબની પાંચ બોટલ મળી આવી

જામનગરના દિગ્વિજય પ્લોટ 58 માં બાળકોના સ્મશાન પાસે આવેલા એક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને અંગ્રેજી શરાબની 18 બોટલ કબજે કરી હતી જ્યારે આરોપી ફરાર થઈ ગયો હતો, બીજા દરોડામાં જામનગરના ધરાનગર 2 માં શરાબની પાંચ બોટલ, મોટરસાયકલ મૂકીને એક સાત ફરાર થઈ ગયો હતો.

જામનગરના દિગ્વિજય પ્લોટ 58, બાળકોના સ્મશાન પાસે રહેતો ગૌતમ ઉર્ફે ભીખો ડોડો મુળજી ચાંદ્રા નામના શખ્સના રહેણાંક મકાનમાં શરાબનો જથ્થો હોવાની બાતમીના આધારે પ્લોટ ચોકી દ્વારા દરોડાની કાર્યવાહી કરીને દરોડા દરમિયાન શરાબની ૧૮ બોટલ મળી આવી હતી ત્યારે આરોપી હાજર મળી આવ્યો ન હતો. તેની સામે સીટી એમાં પ્રોહી. મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

અન્ય એક દરોડામાં જામનગરના ધરાનગર 2 માં એક્સેસ બાઇકમાંથી શરાબની પાંચ બોટલ મળી આવી હતી, ચાલક મુદ્દામાલ મુકીને નાસી છૂટતા પોલીસ દ્વારા વાહનના ચેસીસ અને એન્જિન નંબરના આધારે ફરિયાદ નોંધીને તપાસ આગળ વધારી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS