જામનગરના દરેડ જીઆઇડીસી વિસ્તારના બ્રાસપાર્ટના કારખાનામાં અકસ્માતે આગજનીની ઘટનાથી ભારે દોડધામ

  • June 03, 2021 10:40 AM 

ફાયર બ્રિગેડના સ્ટાફે પાણીના બે ટેન્કરો ની મદદ થી પાણી નો મારો ચલાવી સમયસર આગને કાબુમાં લીધી

જામનગર નજીકના દરેડ જીઆઇડીસી ફેસ-૨ વિસ્તારમાં આવેલા બ્રાસપાર્ટના કારખાનામાં અકસ્માતે મોડી સાંજે આગ ભભૂકી ઉઠી હતી. જે આગની ઘટના અંગેની જાણ થવા થી જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને પાણીના બે ટેન્કર વડે આગને સમયસર કાબૂમાં લઇ લેતાં વધુ નુકસાની થતી અટકી હતી.

આ આગના બનાવની વિગત એવી છે કે, જામનગર નજીક દરેડ જીઆઇડીસી ફેસ ટુ વિસ્તારમાં આવેલા સુનિલ ઇમ્પેક્ષ નામના કારખાનામાં મોડી સાંજે પોણા સાતેક વાગ્યાના અરસામાં ભંગારના જથ્થામાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. પિતળના ભંગારનો ની સાથે સાથે પ્લાસ્ટિક સહિતનો જથ્થો હોવાના કારણે આગ ઝડપભેર પ્રસરી હતી. જેથી ભારે દોડધામ થઇ હતી, અને લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.

આ બનાવ અંગે ફાયર બ્રિગેડ શાખાને જાણ થતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ ઘટના સ્થળે દોડી ગઈ હતી, અને સતત બે કલાકની જહેમત પછી પાણીના બે ટેન્કરો નો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી. જેથી આગ વધુ પ્રગતિ અટકી હતી, તેમજ નુકશાની પણ અટકી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS