ગઢડાના માંડવા - ઢસા વચ્ચે રાજકોટના ડેપ્યુટી કલેકટરના પરિવારને નડ્યો અકસ્માત : પત્ની, દીકરી અને સાળાનુ મોત

  • February 22, 2021 06:54 AM 


ગઢડા(સ્વામિના) તાલુકાના ઢસા નજીક માંડવા - ઢસા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા એકજ પરિવારના ૩ સદસ્યો ના કરૂણ મોત નિપજવા ની ઘટનાથી ભારે કમકમાટી ફેલાવા પામેલ છે.

 

આ અંગે વધારે જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા ચરણસિંહ ગોહિલ ના  પત્ની અને પુત્રી બંને પોતાના પિયર મોસાળ પાલિતાણા તાલુકાના મોખડકા ગામે હતા. જેથી બહેન અને ભાણેજને મુકવા માટે ભાઈ ધનજયસિંહ ચુડાસમા  રાજકોટ જઈ રહ્યા હતા ત્યારે આ ગંભીર અકસ્માત સર્જાયો. આ અકસ્માતમાં ધનંજયસિંહ રણજીતસિંહ ચુડાસમા ઉં.વ.21 ગામ મોખડકા, ચેતનાબેન ચરણસિંહ ગોહિલ ઉં.વ.29 અને ગરીમા ચરણસિંહ ગોહિલ ઉ.વ.5 ના મોત નીપજ્યાં હતાં.

 

અકસ્માતની ઘટના બનતા અન્ય વાહન ચાલકો અને આસપાસથી લોકો દોડી આવેલ . અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફીક જામ સર્જાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફીક જામને હળવો કરી જરૂરી કાર્યવાહી કરી તમામ મૃતદેહને પીએમ અર્થે ગઢડા હોસ્પિટલ ખસેડેલ જયાં ગઢડા મામલતદાર, ગઢડા પીએસઆઈ, અન્ય ડેપ્યુટી કલેકટરો, તેમજ રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS