ઓખાના દરિયામાં અકસ્માત: બોટની જળસમાધિ: એક લાપતા

  • August 25, 2023 10:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટંડેલ ખલાસીઓ પૈકી સાત માછીમારોને બચાવાયા: બેને ઇજા

બેટ દ્વારકાની માચ્છીમારી બોટને ઓખાથી ૧૦ નોટીકલ માઈલ દૂર મધદરિયે શીપે ટકકર મારતાં બોટે મધદરિયે જળસમાધિ લઈ લીધી હતી. ત્યારે તેમાં સવાર આઠ જેટલા ટંડેલ ખલાસીઓ પૈકી સાત વ્યકિતઓને સ્થાનીય માછીમારોની મદદથી બચાવાયા હતા.
બેટ દ્વારકાની ફૈઝલે મુસ્તફા, રજી નં. --૩૭--૧૯૦૬ નામની બોટ ફીશીંગ હેતુ તા.૧૬/૦૮/૨૦૨૩ના સાંજે ૭:૧૭ કલાકે ટંડેલ સુલતાન જુસબ મલેકની આગેવાનીમાં ખલાસીઓ મલેક અબીબ કાદર, નારીયા ગુલામ અદ્રેમાન, કારાણી અલાઉદ્દીદ મામદ, નારીયા સાહિલ ઓસમાણ, અખ્તર અનવર નારીયા, બંદરી અકબર અભુભાઈ, સોયબ યાકુબ રૂકનાણી નામના સાત ખલાસીઓ સાથે પ્રસ્થાન કર્યુ હતું.
આ બોટને ઓખાથી ૧૦ નોટીકલ માઈલ કોઈ અજાણી શીપે ટકકર મારતાં બોટને વ્યાપક નુકસાની પહોંચી હતી અને બોટે મધદરિયે જળસમાધિ લઈ લીધી હતી. બોટમાં સવાર આઠ જેટલા ટંડેલ ખલાસીઓ તમામ ડૂબવા લાગ્યા હતા. જે પૈકી સાત વ્યકિતઓને સ્થાનીય માછીમારોની મદદથી બચાવાયા હતા તથા ૧૦૮ની બોટ મદદે પહોંચી હતી.
જ્યારે એક ખલાસી તેમજ બોટ લાપત્તા હોવાથી તેની શોઘખોળ ચાલી રહી છે. ડૂબેલાં માછીમારો પૈકી બે વ્યકિતઓને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી ઈજાગ્રસ્તોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડાયા હતા. ઓખા ૧૦૮ એમ્બ્યુલન્સના પાયલોટ રોહિતભાઈ કામરીયા અને ઇએમટી પૂજાબેન વાજાએ સાત ધાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application