શહેરના માધાપર ચોકડી મોરબી રોડ વચ્ચે બે ટુવ્હીલર વચ્ચે અકસ્માત સર્જાતા મોરબી રોડ પર રહેતા યુવાનનું મોત નિપજયું હતું. જયારે અન્ય બે યુવાનને ઈજા થવાથી સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે ગાંધીગ્રામ પોલીસ દોડી ગઈ હતી.
મોરબી રોડ પર મારૂતિ સોસાયટીમાં રહેતા નિકુંજભાઈ નાનજીભાઈ અકબરી (ઉ.વ.૩૨) નામનો યુવક રાત્રે બાઈક હંકારી માધાપર ચોકડીથી મોરબી રોડ તરફ જતો હતો ત્યારે વચ્ચે આવતા સીટી પાર્ક મોલ નજીક સામેથી રોંગ સાઈડમાં આવતા ડબલસવારી બાઈક ચાલકે બાઈક અથડાવતા અકસ્માત સર્જાયો હતો. ત્રણેય બાઈકસવારો રોડ પર પટકાતા ગંભીર ઈજા થઈ હતી. બનાવના પગલે આસપાસના લોકો સહિતના દોડી આવ્યા હતા અને ૧૦૮ને જાણ કરતા તાત્કાલીક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં નિકુંજભાઈને માથામાં ગંભીર ઈજા થતાં સારવાર કારગત નિવડે તે પહેલા જ દમ તોડી દીધો હતો. જયારે સુરેશ ખેમશીભાઈ માકોઈ (ઉ.વ.૨૬) અને વિજય નિકવાલભાઈ માકોઈ (ઉ.વ.૨૫ બન્ને રહે. એમપી)ને ગંભીર ઈજા થતાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃતક નિકુંજભાઈ એક બહેનથી નાના હતા અને ઈમીટેશનનું કામ કરતા હતા. સંતાનમાં એક પુત્રી છે. પરિવારના એકમાત્ર આધારસ્તભં યુવકના આકસ્મીક મોતથી પરીવારમાં કલ્પાંત સર્જાયો છે. આગળની કાર્યવાહી ગાંધીગ્રામ પોલીસે હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech