મહીસાગરના પેસેન્જર રીક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત

  • October 28, 2020 02:04 AM 
  • મહીસાગરના પેસેન્જર રીક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત 
  • ૧નું મોત 
  • ૪ ઘાયલ

મહીસાગરના લુણાવાડાના મલેકપુર ગામે પેસેન્જર રીક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત, એક મહિલાનું ઘટના સ્થળે જ મોત અને ચાર લોકોને ગંભીર રીતે ઈજા મહીસાગરના લુણાવાડાના મલેકપુર ગામે પેટ્રોલ પંપ પાસે અકસ્માત સર્જાયો હતો. પેસેન્જર રીક્ષા અને સ્વીફ્ટ કાર વચ્ચે સાંજના સમયે અકસ્માત સર્જાતા એક મહિલાનું ઘટના સ્થળે જ મોત અને ચાર લોકોને ગંભીર રીતે ઈજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને 108 મારફતે સારવાર અર્થે લુણાવાડાની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application