રાજકોટ માર્કેટ યાર્ડમાં શાકભાજીની પુષ્કળ આવક થતા ભાવ તળિયે પહોંચી ગયા છે, લગભગ અડધો અડધ શાકભાજીના ભાવ સિંગલ ડિજિટમાં આવી ગયા છે, એક મહિના પૂર્વે પ્રતિ કિલોના .૪૦ના ભાવે વેંચાતા ટમેટામાં મબલખ ઉત્પાદનને કારણે ભાવ દસ ગણા ઘટીને પ્રતિ કિલોના .૪ થઇ ગયા છે. અલબત્ત સૌથી સસ્તી તો હજુ પણ કોબીજ જ રહી છે અને એક પિયે કિલોના ભાવે વેંચાઇ રહી છે.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના શાકભાજી વિભાગના વેપારી અશોકભાઇ ડોબરીયાએ જણાવ્યું હતું કે ડેમોમાં પાણીની પુરતી ઉપલબ્ધીને કારણે શાકભાજીનું પુષ્કળ વાવેતર થયું છે અને સામે મબલખ ઉત્પાદન પણ આવ્યું છે જેના લીધે હાલ આવક વધતા શાકભાજીના ભાવ સતત ઘટી રહ્યા છે.
યારે રાજકોટ માર્કેટ યાર્ડના ઇન્સ્પેકટર કાનાભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે ટમેટાનું વાવેતર અને ઉત્પાદન બન્ને વધતા આવક વધી છે, વળી ટમેટા લાંબો સમય સાચવી શકાય નહીં તેથી તેનો ઝડપી નિકાલ કરવાનો રહે આથી યાર્ડમાં આવકો વધી છે. ઉનાળામાં નાસિક, સંગમનેર અને બેંગ્લોરથી ટમેટાની આયાત કરવી પડે છે પરંતુ હાલ તો સ્થાનિક આવક જ એટલી મોટી માત્રામાં થઇ રહી છે કે ભાવ સતત ઘટી રહ્યા છે.
જો કે વાસ્તવિકતા એ છે કે યાર્ડમાં શાકભાજી ગમે તેટલું સસ્તું વેંચાય તો પણ શહેરની શાક માર્કેટમાં તેમજ સોસાયટીઓમાં શાકભાજી વેંચવા નીકળતા ફેરિયાઓ કયારેય ભાવ ઘટાડતા નથી અને ગ્રાહકોને તો બધું મોંઘા ભાવે જ મળે છે
શાકભાજીના ભાવ
શાકભાજી પ્રતિ કિલોનો ભાવ
કોબિજ એક થી ૨
ટમેટા ચાર થી ૬
રીંગણા પાંચ થી ૧૦
વાલોર ચાર થી ૧૦
દૂધી આઠ થી ૧૦
ગાજર પાંચ થી ૧૦
બીટ પાંચથી ૧૦
મરચા ૨૦થી ૩૦
લાલ મરચા ૨૦થી ૪૦
ગુવાર ૪૦થી ૫૦
ભીંડો ૩૦થી ૪૦
વાલ ૨૫થી ૩૦
ચોળી ૪૦થી ૫૦
કાકડી ૨૦થી ૪૦
ઘીસોડા ૪૦થી ૫૦
વટાણા ૨૫થી ૨
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech