BREAKING NEWS

જામનગર : હાપા યાર્ડમાં લસણ-કપાસની ભરપુર આવક

  • February 05, 2026 06:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હાપા માર્કેટીંગ યાર્ડમાં બુધવારે લસણ અને કપાસની ભરપુર આવક થવા પામી છે. બંને જણસ થઇને ૬૬૨૯ મણ ઠલવાઇ છે. ભાવમાં મરચા, અજમો અને જી‚ ટોપ પર રહેવા પામ્યા છે. 


હાપા માર્કેટીંગ યાર્ડમાં જુદી જુદી જણસોના ભાવ તરફ દ્રષ્ટીપાત કરીએ તો બાજરી ૩૦૦ થી ૩૫૦, ઘઉં ૪૦૦ થી ૫૨૧, મગ ૯૦૦ થી ૧૦૦૫, અળદ ૯૮૦ થી ૧૩૧૫, તુવેર ૧૩૦૦ થી ૧૫૪૫, ચોળી ૨૦૦ થી ૭૦૦,  ચણા ૯૦૦ થી ૧૨૧૦, મગફળી જીણી ૧૧૦૦ થી ૧૬૫૦, મગફળી જાડી ૧૦૦૦ થી ૧૪૫૫, મગફળી ૬૬ નં. ૧૧૦૦ થી ૧૪૫૦, એરંડા ૧૧૦૦ થી ૧૨૩૧, તલી ૧૦૦૦ થી ૨૦૦૦, રાયડો ૮૫૦ થી ૧૨૯૫, રાય ૧૦૦૦ થી ૧૩૯૫, લસણ ૧૦૦૦ થી ૧૪૦૦, કપાસ ૧૦૦૦ થી ૧૬૨૦, જી‚ ૩૫૦૦ થી ૪૫૪૫, અજમો ૧૮૪૦ થી ૫૫૦૦, અજમાની ભૂસી ૨૦ થી ૨૯૨૦, ધાણા ૧૪૪૦ થી ૧૯૪૦, ધાણી ૨૦૦૦ થી ૨૫૦૦, મરચા ૧૪૦૦ થી ૬૭૦૫,  ડુંગળી સુકી ૪૦ થી ૨૯૫, સોયાબીન ૧૦૦૦ થી ૧૧૧૪, વટાણા ૯૪૫ થી ૧૨૫૫ સુધીના ભાવ બોલાયા હતા બુધવાર કુલ જણસ ૧૯૭૫૩ મણ ગુણી ૭૩૪૨ જે ૮૪૧ ખેડુતો દ્વારા લાવવામાં આવી હતી.
​​​​​​​જેમાં ભાવમાં પ્રથમ ક્રમાંકે મરચા બીજા ક્રમાંકે અજમો અને ત્રીજા ક્રમાંકે જી‚ નંબર રહયા હતા તેમ હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષભાઇ એ.પટેલની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application