રાજકોટ જેતપુર સીટી પોલીસ મથકના ૨૭ વર્ષ પૂર્વેના લૂંટ વિથ મર્ડરના ગુનામાં અને મોરબી એ ડિવિઝન પોલીસ મથકના બળાત્કારના ગુનામાં ફરાર બે આરોપીઓને રાજકોટ એલસીબીની ટીમે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ વર્ષ ૧૯૯૯માં જેતપુરના ચંદ્રમૌલેશ્વર મંદિર પાસે આવેલા વજુભાઇ મોહનભાઇ સાકરિયાના ગણેશ સિમેન્ટ પ્રોડકશન નામના કારખાનામાં કામ કરતા મૂળ યુપીના મિત્તલેશ ઉર્ફે ઉત્તમ પટેલ અને વીરેન્દ્ર ઉર્ફે મહેન્દ્ર હીરાલાલ પટેલએ કારખાનામાં ચોકીદાર તરીકે કામ કરતા દેવજીભાઈ હરજીભાઇ ધંધુકિયાના હાથ પગ બાંધી દઇ બોથડ પદાર્થના ઘા ઝીકી હત્યા નિપજાવી હતી અને બાદમાં કારનામાથી રોકડ અને મોટર સાઇકલ ની ચોરી કરી બંને નાશી ગયા હતા. શખ્સો ગુનાને અંજામ આપી પોલીસ પકડથી બચવા છેલ્લા ૨૭ વર્ષથી નાસતા ફરતા હતા. દરમિયાન રાજકોટ એલસીબીની ટીમને હ્યુમન અને ટેકિનકલ સોર્સ મારફતે બાતમી મળી હતી કે, વીરેન્દ્ર ઉર્ફે મહેન્દ્ર પટેલ હાલ હરિયાણાના રોહતક જિલ્લામાં એક કારખાનામાં કામ કરી રહ્યો છે, જે બાતમીના આધારે એલસીબીની ટીમે હરીયાણાના રોહતકમાં જઈ આરોપીને દબોચી લીધો હતો.
જયારે મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૩માં સગીરાના અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયેલો હતો જેમાં મોરબી કારખાનામાં કામ કરતો યુપીનો સંદીપ ગોકરણ પાસવાને સગીરાને લની લાલચ આપી અપહરણ કરી વતનમાં લઇ જઈ બળાત્કાર ગુજાર્યેા હતો. આ બનાવની પોલીસે તપાસ કરતા સગીરા મળી આવી હતી પરંતુ આરોપી પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો.ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ રાયના ડીજીપી દ્રારા આરોપીની બાતમી આપનારને .૫૦૦૦નું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ શખસને ઝડપી લેવા માટે એલસીબીની ટીમ દ્રારા ટેકિનકલ અને હ્યુમન સોર્સ દ્રારા સઘન તપાસ શ રાખી હતી દરમિયાન શખસ પોતાના વતનમાં હોવાની ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટીમે યુપી પહોંચી વતનમાંથી આરોપીને પકડી પાડી આગળની કાર્યવાહી માટે જેતપુર પોલીસને સોંપ્યો છે.
આ કામગીરી રેન્જ આઇજી નિર્લિ રાય અને જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની સૂચનાને પગલે એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાની રાહબરીમાં પીએસઆઈ આર.વી.ભીમાણી, પીએસઆઈ એચ.સી.ગોહિલ, પીએસઆઈ કે.એમ.ચાવડા, પીએસઆઈ પી.એન.ભરવાડ અને ટીમના એએસઆઇ અનિલભાઈ બડકોદિયા, બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, પો.હેડ.કોન્સ. ,મનીષભાઈ વ, ધર્મેન્દ્રભાઈ ચાવડા, મંદિપસિંહ જાડેજા, રમણીકભાઇ મણવર, અર્જુનભાઈ ડવેરા, મહેન્દ્રસિંહ સોલંકી, રસિકભાઈ જમોડ, પો.કોન્સ.ભાવેશભાઈ મકવાણા, ભરતભાઈ ગમારા, વિજયસિંહ સિંહાર, શકિતસિંહ ઝાલા, અબ્દુલભાઇ શેખ સહિતના દ્રારા કરવામાં આવી હતી