પોલીસે રીક્ષાચાલક, ફ્રુટના ધંધાર્થી બની ડબલ મર્ડરના ફરાર આરોપીને યુપીથી ઝડપી લીધો

  • December 21, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના નાડોદાનગર વિસ્તારમાં ૧૨ વર્ષ પૂર્વે પત્ની અને કાકીની હત્યા કરી ફરાર થઈ ગયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચની ટીમે યુપીના ગાઝિયાબાદમાં વેશપલ્ટો કરી ઝડપી લીધો હતો. ક્રાઈમ બ્રાન્ચના જવાનોએ આરોપીને પકડવા માટે રીક્ષા ચાલક અને ફ્રત્પટના ધંધાર્થી બની વોચ ગોઠવી હતી.
રાજકોટના કોઠારિયા રોડ પરના નાડોદાનગરમાં વર્ષ ૨૦૧૨માં મહિલા અને તેની કાકીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી.આ હત્યા મહિલાના પતિ પવન ઉર્ફે પ્રવીણ રામશંકર શર્મા અને તેના ભાઇએ કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પવનના ભાઇને તત્કાલીન સમયે ઝડપી લીધો હતો પરંતુ પવન હાથ લાગ્યો ન હતો. બાદમાં તેને ફરાર જાહેર કરી દીધો હતો.
આ મામલે ક્રાઇમબ્રાંચના પીઆઇ ગોંડલિયા એમ.આર.ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ.એન.પરમારે તપાસ હાથ ધરી હતી. એફઆઇઆરનો ઉંડાણથી અભ્યાસ કરતા આરોપી પવનને સંતાનમાં બે પુત્ર હતા તેવું સ્પષ્ટ્ર થયું હતુ, આરોપી યાં રહેતો હતો ત્યાં જઇને તેની તથા તેના સંતાનોની પૃચ્છા કરી પરંતુ કોઇ હકીકત મળી નહી, અંતે પવનના ભાઇનો મોબાઇલ નંબર મળ્યો તે નંબરનું સીડીઆર કાઢતાં પવનના બે પુત્રના ફોન આવતા હોવાનું અને તે બંનેના ફોન ઉત્તરપ્રદેશના ગાઝિયાબાદથી આવતા હોવાની માહિતી મળી હતી. બંને સંતાનના મોબાઇલ નંબર બાદ પોલીસને પવન શર્માના નંબર મળ્યા હતા અને તેના તે નંબરની તપાસમાં પેટીએમ મારફત દરરોજ .૩૦૦ જમા થતા હોવાનું જાણવા મળ્યું હતું, આ બાબતથી પોલીસ એ તર્ક પર પહોંચી હતી કે પવન એવો કંઇક ધંધો કરે છે જેમાં તેને .૩૦૦ જેટલું ઓનલાઇન પેમેન્ટ થાય છે, આ તપાસમાં પવને ફાઇનાન્સ કંપનીમાંથી લોન લીધી હોવાનું ખુલ્યું હતું,પોલીસે ફાયનાન્સ કંપનીમાંથી પવનનો ફોટો મેળવ્યો હતો.
બાદમાં પીએસઆઇ પરમારના માર્ગદર્શન હેઠળ ક્રાઇમબ્રાંચની એક ટીમ ગાઝીયાબાદ પહોંચી હતી. અને પવન શર્મા જે સ્થળે ચાની કેબિન ચલાવતો હતો તેની માહિતી મળી હતી, પોલીસ ત્યાં પહોંચી તો પવનના પિતા રામશંકર અને પવનનો પુત્ર જોવા મળ્યા હતા પરંતુ પવન ત્રણ દિવસથી ત્યાં આવ્યો નહોતો, પોલીસે પોતાની ઓળખ છુપાવી હતી અને કેબિન નજીક રહેવાનો પ્લાન ઘડો હતો.
એએસઆઇ જલદીપસિંહ ગોહિલે ઇ–રિક્ષા ભાડેથી લીધી હતી, હેડ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ ઝાલાએ પેડલ રિક્ષા લીધી હતી અને એ વિસ્તારમાં આંટાફેરા શ કર્યા હતા, કોન્સ્ટેબલ મોહિલરાજસિંહ ગોહિલે ફ્રુટની લારી કાઢી હતી તો કોન્સ્ટેબલ હરસુખભાઇ સબાડ ગરમ કપડાની લારી લઇનેે તે વિસ્તારમાં આંટાફેરા કરતા હતા, અંતે પવન શર્મા લારીએ આવ્યો હતો તે તેના પિતા સાથે વાત કરતો હતો તે વખતે જ વેશપલ્ટાથી નજીકમાં જ રહેલા ચારેય પોલીસ કર્મચારીઓ પહોંચી ગયા હતા અને પવન શર્માને ઝડપી લઇ રાજકોટ લાવવા તજવીજ હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application