જામનગરમાંથી ૩૦થી વધુ જયારે દ્વારકામાંથી ૫-૬ જેટલા પાકિસ્તાનીઓને પરત મોકલવામાં આવ્યા: સૌરાષ્ટ્રભરમાંથી પાકિસ્તાનીઓને વીણી-વીણીને પોલીસ દ્વારા પરત મોકલવામાં આવી રહ્યા છે
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ ક્રુરતાભર્યુ આચરણ કરીને ૨૭ જેટલા માસુમ પ્રવાસીઓને મોતને ઘાટ ઉતાર્યા બાદ જામનગર સહિત સમગ્ર દેશમાં વિરોધનો વંટોળ શ થઇ ચૂકયો છે, કેન્દ્ર સરકારના આદેશ બાદ તમામ જિલ્લાઓમાંથી પાકિસ્તાનીઓને પરત મોકલવા નિર્ણ્ય કરવામાં આવ્યો છે જેમાં જામનગર અને દ્વારકામાંથી ૩ ડઝન જેટલા પાકિસ્તાનીઓને વતન પાછા મોકલવામાં આવશે, જામનગરમાંથી ૩૦થી વધુ અને દ્વારકામાંથી ૫-૬ પાકિસ્તાનીઓને હાંકી કાઢવામાં આવશે.
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ૧૪૨ પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત શ કરી દેવામાં આવી છે, પહેલગામમાં થયેલા હુમલામાં ગુજરાતના ૩ નાગરીકો પણ મૃત્યુ પામ્યા છે, ભારત સરકારે તાત્કાલીક અસરથી તમામ પાકિસ્તાનીઓને પાછા ફરી જવા આદેશ આપ્યો છે અને તેના પગલે ગુજરાત સરકાર પણ એકશન મોડમાં આવી ગઇ છે, સમગ્ર ગુજરાતમાં લોંગ ટર્મ વિઝાવાળા ૪૪૮ અને શોર્ટ ટર્મ વિઝા વાળા ૭ પાકિસ્તાની નાગરીકો છે.
ગુજરાત સરકારે તમામ જિલ્લા કલેકટર અને પોલીસ વડાને આદેશ આપીને તેમના વિસ્તારમાં કેટલા પાકિસ્તાનીઓ રહે છે ? અને કેટલા સમયથી રહે છે ? તેની યાદી કરીને પાકિસ્તાન મોકલવા જણાવી દીધું છે, કેટલાક પાકિસ્તાનીઓ વિઝા દરમ્યાન પોલીસ સ્ટેશને સમયાંતર હાજરી પણ પુરાવે છે, શહેરમાં દોઢ ડઝન જેટલી પરીણીત મહીલાઓ પણ પાકિસ્તાની હોવાનું બહાર આવ્યું છે.
પહેલગામના હુમલા બાદ ગુજરાત સરકારે પણ કડક વલણ અપનાવ્યું છે, ગુજરાતમાં વિઝીટર વિઝા ઉપર આવેલા નાગરીકોને વીણી-વીણીને પરત કરી દેવાની કાર્યવાહી શ કરી દેવાઇ છે અને અટારી બોર્ડર મારફત આ લોકોને મોકલી દેવામાં આવશે, અમદાવાદમાં ૮૨, સુરતમાં ૪૪, કચ્છમાં ૫૩, જામનગર શહેરમાં ૩૦થી વધુ, દ્વારકામાં ૫-૬ વધુ પાકિસ્તાનીઓને પરત મોકલવા તખ્તો ઘડાઇ રહ્યો છે, પરંતુ વહિવટી તંત્ર કેટલા પાકિસ્તાનીઓ જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લામાં છે તેનો આંકડો બહાર પાડતું નથી, ભારત આવેલા તમામ પાકિસ્તાનીઓનું લીસ્ટ તૈયાર થઇ ચૂકયું છે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહના આદેશ બાદ ગુજરાતનું વહિવટી તંત્ર પણ આ કાર્યવાહીમાં લાગી ગયું છે.