પુત્રના ડેબ્યુ વિશે સૈફ અલી ખાને કહ્યું- ઇબ્રાહિમેં ઋતિક જેમ બોલિવૂડમાં એન્ટ્રી કરવી જોઈએ

  • December 04, 2020 11:22 AM 387 views

સૈફ અલી ખાન તેના બાળકોને ખૂબ જ ચાહે છે. તે ટૂંક સમયમાં ચોથી વખત અબ્બા બનવા જઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર સારા, ઇબ્રાહિમ અને તૈમુરની તસવીરો બતાવે છે કે તે એક સંભાળ રાખનાર પિતા છે અને જ્યારે પણ સમય મળે ત્યારે તે બાળકો સાથે સમય વિતાવે છે. આ દિવસોમાં તે પુત્ર તૈમૂર અલી ખાન અને પત્ની કરીના કરીના કપૂર ખાન સાથે ભૂત પોલીસ' ફિલ્મનું શેડ્યૂલ પૂરું  રજાઓ ગાળી રહ્યો છે. બોલીવુડમાં પોતાના બાળકોના ડેબ્યૂ અંગે સૈફ અલી ખાન હંમેશા સવાલોથી ઘેરાયેલો રહે છે. સારાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી, પરંતુ હવે સૈફે પુત્ર ઇબ્રાહિમ અલી ખાનની ડેબ્યૂ અંગે મૌન તોડ્યું છે.

તાજેતરમાં જ એક ઇન્ટરવ્યુ દરમિયાન બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાને તેમના પુત્રના ડેબ્યુ વિશે કહ્યું હતું કે ઇબ્રાહિમની શરૂઆત ઋતિકની જેમ થાય તેણે કહ્યું કે હું ઈચ્છું છું જેવી એન્ટ્રી ઋતિક રોશનની હતી તેવી જ ધમાકેદાર એન્ટ્રી ઇબ્રાહિમ અલી ખાન પણ કરે.

સૈફે કહ્યું કે ઇબ્રાહિમ તેની સાથેની તુલનાથી બચી તો નહી શકે પરંતુ તે પોતાનું અલગ વ્યક્તિત્વ બનાવી રહ્યો છે. સૈફે કહ્યું કે તેને સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ અને સમયપર સ્ક્રીન પર આવીને બ્લાસ્ટ કરવું જોઈએ. તેમણે કહ્યું કે આ ઠીક છે, કારણ કે અમે મોટા પડદા પર બીજો નવો ચહેરો જોવાની રાહ જોઈ રહ્યા છીએ. પણ અમે ઉતાવળ કરી શકતા નથી.

સારા અલી ખાન અંગે સૈફે કહ્યું કે તે હજી પણ તેમના માટે એક નાની છોકરી છે. તેથી તેમને સ્ક્રીન પર જોવું ફની લાગે છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સૈફ અલી ખાન 'ભૂત પોલીસ'માં જોવા મળશે. આ સિવાય તે પ્રભાસ અને કીર્તિ શૈનનની 'આદિપુરુષ'માં પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application