RTE હેઠળ પ્રવેશ મેળવવામાં ગેરરીતી : રાજકોટમાં 400 જેટલા વાલીઓએ ફોર્મમાં નામ, જન્મતારીખ જેવી વિગત જ બદલી નાખી !

  • May 20, 2023 01:29 PM 

રાઈટ ટુ એજ્યુકેશન એ ગરીબ અને પછાત વર્ગના બાળકોના ભણતર માટેની યોજના છે.  RTE હેઠળ ગરીબ અને પછાત બાળકોને મફત શિક્ષણ આપવાની સરકારની યોજનામાં પણ આજે ગેરરીતી થઈ રહી છે. હકીકતે તો પ્રવર્તમાન સ્થિતિમાં RTE હેઠળ ગરીબો કરતા તો પૈસાદાર લોકો આ યોજનાનો વધુ લાભ લઈ રહ્યા છે અને સરકાર પણ આ વાતથી અજાણ હોય તેવું લાગી રહ્યું છે. RTE હેઠળ પ્રવેશ દરમિયાન કેટલીક ચોંકાવનારી હકીકત સામે આવી છે. જેમાં રાજકોટમાં 400 જેટલા એવા વાલીઓ છે જેમણે RTE હેઠળ એડમિશન લેવામાં ગેરરીતી આચરી હોય. ગયા વર્ષે ઊંચી ફી ભરીને ધોરણ 1 ભણી ગયેલા રાજકોટના 500 બાળકોના વાલીઓએ બીજી વખત RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ લઇ લીધો છે જેથી હવે ધો.1થી 8 સુધી મફત શિક્ષણ મળી શકે. શહેરમાં 400 જેટલા વાલીઓએ નામ, જન્મતારીખ જેવી વિગત બદલીને બીજી વખત પ્રવેશ લીધો હોવાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application