ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય સેવાઓના પાયામાં રહેલા સેતુરૂપ કડી એટલે આશા બહેન. જે એક હજારની વસતિમાં આરોગ્યની તમામ સુવિધાઓ માટે કડીરૂપ બને છે. આશા બહેનોના લીધે આરોગ્યની સુવિધાઓ લેવી ખૂબ જ સુલભ બને છે. આ આશાબહેનોની ઉત્કૃષ્ટ કામગીરી માટે દર વર્ષે આશા સંમેલન યોજવામાં આવે છે.
આ વર્ષે ભાણવડ તાલુકામાં સતવારા સમાજની વાડી ખાતે આ સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં સગર્ભા મહિલાઓની ડોકટર પાસે તપાસ, કુટુંબ કલ્યાણ કામગીરી અને ખૂબ જોખમી સગર્ભાની સરકારી ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં ડિલિવરી , આશાની નેશનલ લેવલની પરિક્ષા જેવા ઇન્ડિકેટરમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર બહેનોને ઇનામ અને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં જિલ્લા પી.એચ.એન. જશુબેન બારાઈ, સંધ્યાબેન, ડેનિશાબેન વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. રંગોળી સ્પર્ધા, ગીત , આરોગ્યલક્ષી નાટકો વિગેરે આશા બહેનો દ્વારા રજૂ કરાયા હતા. કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચાંડેગ્રા દ્વારા વિવિધ યોજનાકીય માહિતી આપી, અને સમગ્ર વર્ષ દરમિયાન સારું કામ કરવા માટે તમામ સ્ટાફને પ્રેરણા પુરી પાડી હતી.
આ કાર્યક્રમનું સંચાલન આશા ફેસેલિટર બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. આશા બહેનોને સન્માનિત કરવા માટેના આ કાર્યક્રમની સફળતા માટે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ચોબીસા દ્વારા ભાણવડ તાલુકાની આરોગ્યની ટીમને અભિનંદન આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપામાં લાખોટા તળાવની પાળે રેકડીઓ બંધ કરાવવા મામલે વિપક્ષ નગરસેવિકા વિફર્યા
May 14, 2025 05:54 PMસચાણાના યુવકે ઇન્સ્ટામાં વિડીયો શેર કર્યો..અને પોલીસે કરી ધરપકડ.
May 14, 2025 05:52 PMભારતમાં પીળું તરબૂચ ક્યાંથી આવ્યું? જાણો તેના અદ્ભુત સ્વાસ્થ્ય લાભો
May 14, 2025 04:49 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech