ઘણા સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે બચ્ચન પરિવારના પુત્ર અને પુત્રવધૂ એટલે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે કંઇક સારું નથી ચાલી રહ્યું. સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ બન્નેના છૂટાછેડાના સમાચાર આગની જેમ ફેલાવા લાગ્યા હતા. દરમિયાન, હવે બચ્ચન પરિવારે કંઈ પણ બોલ્યા વિના આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. અગાઉ એક પાર્ટીમાં અભિષેક અને ઐશ્વર્યા સાથે જોવા મળ્યા હતા. જે બાદ હવે ફરી એક વખત અભિષેક અને ઐશ્વર્યા તેમજ અમિતાભ બચ્ચન પણ સાથે જોવા મળ્યા છે. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે.અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓ અવારનવાર સામે આવે છે. કંઈક થાય કે તરત જ લોકો ચર્ચા કરવા લાગે છે કે અભિષેક અને ઐશ્વર્યા અલગ થઈ રહ્યા છે, પરંતુ એવું કંઈ નથી અને બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાય છે. હવે આ વીડિયો સામે આવ્યા બાદ દરેકને તેમના અલગ થવાની અફવાઓનો જવાબ મળી ગયો છે.
A complete end to the rumors that have been circulating so far
વાસ્તવમાં, હાલમાં ઇન્ટરનેટ પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે, જેમાં અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય સાથે જોવા મળે છે. આ વીડિયો કપલની દીકરી આરાધ્યાના એન્યુઅલ ફંક્શનનો છે, જેમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં જતા જોવા મળ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે વાયરલ થઈ ગયો હતો.નોંધનીય છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે છૂટાછેડાની અફવાઓ અવારનવાર સામે આવે છે. કંઈક થાય કે તરત જ લોકો ચર્ચા કરવા લાગે છે કે અભિષેક અને ઐશ્વર્યા અલગ થઈ રહ્યા છે, પરંતુ એવું કંઈ નથી અને બંને એકસાથે ખૂબ જ ખુશ દેખાય છે. હવે આ વીડિયો સામે આવ્યા બાદ દરેકને તેમના અલગ થવાની અફવાઓનો જવાબ મળી ગયો છે.
આ બધાની વચ્ચે ઐશ્વર્યા તેના સસરા અમિતાભ બચ્ચનનો હાથ પકડી સંભાળતી જોવા મળી રહી છે. જે જોઈને ફેન્સ પરફેક્ટ વહુનો ટેગ પણ આપી રહ્યા છે.
કપલની વાત કરીએ તો આ દરમિયાન બંને ખુશ હતા. આ દરમિયાન અભિષેકે કેઝ્યુઅલ લુક લીધો હતો અને ઐશ્વર્યા પણ બ્લેક કલરના આઉટફિટમાં જોવા મળી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન અભિષેક ક્યારેક ઐશ્વર્યાનો દુપટ્ટો સંભાળતો તો ક્યારેક પત્ની પહેલા આગળ જવા આગ્રહ કરતો જોવા મળી રહ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech