પોલીસમાં દોડધામ : મેઘપર પોલીસમાં ફરીયાદ દાખલ
લાલપુર તાલુકાના મોડપર ગામમાંથી બે સગી બહેનોના અપહરણ થઈ ગયાની ઘટના સામે આવતાં ભારે દોડધામ મચી છે. મેઘપર પોલીસ મથકમાં બંને બહેનોના અપહરણ અંગે ગુનો નોંધાયો છે.
લાલપુર તાલુકાના મોડપર ગામમાં રહેતા અને ખેતી કામના વ્યવસાય સાથે જોડાયેલા એક પરિવારની ૧૮ વર્ષની એક પુત્રી જ્યારે તેની સગીર વયની નાની બહેન કે જે બંને ગત ૬ તારીખના સાંજના સમયે પોતાના ઘેરથી અચાનક લાપતા બની ગઈ છે, અને બંનેના અપહરણ થઈ ગયા હોવાનું ધ્યાનમાં આવ્યું છે.
પરિવારજનો દ્વારા અનેક સ્થળો પર શોધખોળ કર્યા પછી પણ બંનેનો કોઈ પત્તો સાંપડ્યો ન હોવાથી બંને બહેનોના ભાઈ દ્વારા મેઘપર પોલીસ મથકમાં અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે અપહરણનો ગુનો નોંધી શોધખોળ શરુ કરી છે.
બંને બહેનો પૈકીની મોટી બહેન કે જે પોતાની પાસે મોબાઇલ ધરાવતી હતી, પરંતુ તેણીનો મોબાઇલ પણ સ્વીચ ઓફ આવે છે. પોલીસે તે મોબાઇલ ફોનની કોલ ડીટેઇલ કઢાવી તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ બનાવને લઈને મોડપર ગામમાં ભારે ચકચાર જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈન્ડિયન જસ્ટિસ કોડ બ્રેકઅપના મામલાઓમાં પણ આપશે સજા, જાણો કઈ કઈ કલમ પડશે લાગુ
July 05, 2024 11:14 PM'હવે શરૂ થશે પરિવર્તન', જાણો બ્રિટનના નવા PM કીર સ્ટારમેરના ભાષણની કેમ થઈ રહી છે ચર્ચા
July 05, 2024 11:13 PMઆકાશમાં ઉડતી લક્ઝરી હોટેલ, જિમ અને સ્વિમિંગ પૂલથી લઈને રેસ્ટોરન્ટ સુધીની છે સુવિધાઓ
July 05, 2024 11:12 PMઅંતરિક્ષથી પૃથ્વીની સૌથી નજીકની જગ્યા, અહીનું મૌન પણ લાગે છે ભયાનક
July 05, 2024 11:11 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech