મણિપુરમાં ઉગ્રવાદીઓએ ફરી હિંસા ફેલાવવાનું શ કરી દીધું છે અને શાંતિ ડહોળવાના પ્રયાસના ભાગ પે જીરીબામમાંથી ૬ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેના થોડા દિવસોમાં યાંથી અપહરણ થયું ત્યાંથી માત્ર ૨૦ કિમી વિસ્તારમાંથી ૩ લાશો મળતા સનસનાટી મચી જવા પામી છે. જો કે હજુ લાશોની ઓળખ બાકી છે, તેમ છતાં શાંતિ બહાલ કરવા પોલીસ ફોર્સને પગે પાણી ઉતરી રહ્યા છે.અધિકારીના જણાવ્યા અનુસાર, ત્રણેય મૃતદેહ તે સ્થળથી ૧૫–૨૦ કિલોમીટર દૂર મળી આવ્યા હતા યાં એક જ પરિવારના ૬ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો કે હજુ સુધી મૃતદેહોની ઓળખ થઈ શકી નથી. પોલીસ નજીકમાં તપાસ કરી રહી છે.
મણિપુર–આસામ બોર્ડર નજીકથી એક શિશુ સહિત બે બાળકો અને એક મહિલાના વિકૃત મૃતદેહો મળી આવતાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. થોડા દિવસ પહેલા જ જીરીબામમાં આતંકવાદીઓએ એક પરિવારના છ સભ્યોનું અપહરણ કયુ હતું. આવી સ્થિતિમાં ચર્ચા છે કે આ મૃતદેહ તેમની જ હોઈ શકે છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણેય મૃતદેહો આંતર–રાય સરહદ નજીક એક નદી પાસે અને અપહરણ સ્થળથી લગભગ ૧૫ કિલોમીટર દૂર મળી આવ્યા હતા. જો કે હજુ સુધી એ સ્પષ્ટ્ર થયું નથી કે આ મૃતદેહ અપહરણ કરાયેલા લોકોના છે કે નહીં. એક અધિકારીએ નામ જાહેર ન કરવાની વિનંતી કરતાં કહ્યું, મૃતદેહોને ઓળખ માટે સિલચર લઈ જવામાં આવ્યા છે.અધિકારીના જણાવ્યા અનુસાર, ત્રણેય મૃતદેહ તે જગ્યાથી ૧૫–૨૦ કિલોમીટર દૂર મળી આવ્યા હતા યાં એક જ પરિવારના છ લોકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. જો પોલીસ ઓળખની પુષ્ટ્રિ કરવામાં અસમર્થ હોય, તો ડીએનએ પરીક્ષણ હાથ ધરવામાં આવશે. જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે (૧૨ નવેમ્બર ૨૦૨૪) જીરીબામ ગામમાંથી બે નાગરિકોના મૃતદેહ મળી આવ્યા હતા, તેના એક દિવસ પહેલા સોમવારે સીઆરપીએફ ચોકી પર આતંકવાદી હત્પમલાના જવાબમાં સુરક્ષા અધિકારીઓએ ૧૦ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. આ પછી, આતંકવાદીઓએ તે જ ગામના મેઇતેઇ પરિવારના છ સભ્યોનું અપહરણ કયુ જેમાં ત્રણ મહિલાઓ અને ત્રણ બાળકોનો સમાવેશ થતો હતો
૫ જિલ્લામાં એસ્પા લાગુ છે
મણિપુરમાં ચાલી રહેલી જ્ઞાતિ હિંસાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગુવારે ફરીથી આમ્ર્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એકટ લાગુ કરીને પાંચ જિલ્લાના છ પોલીસ સ્ટેશનોની સીમાઓ જાહેર કરી. એસ્પા, જે સશક્ર દળોને નિરંકુશ સત્તાઓ આપે છે, મણિપુર સરકાર દ્રારા આ વિસ્તારોમાંથી એપ્રિલ ૨૦૨૨ માં સુધારેલી સુરક્ષા પરિસ્થિતિ અને સામાન્ય લોકોમાં સુરક્ષાની વધુ ભાવના વચ્ચે હટાવી લેવામાં આવી હતી. હવે સ્થિતિ વણસી જતાં તેને ફરીથી લાગુ કરવામાં આવ્યો છે. નવો આદેશ ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી લાગુ રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMજામનગરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે તાપમાન 12 ડીગ્રી
December 23, 2024 01:20 PMહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech